ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ઉત્તર પ્રદેશ માટે વિરોધ પક્ષની વ્યૂહરચના

કોંગ્રેસની દુવિધા અને અલગ હોવાનો દાવો રાજકીય પ્રાથમિકતાઓની ગૂંચવણભરી સમજ સૂચવે છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ઉત્તર પ્રદેશ (યુ.પી.)માં તાજેતરની રાજકીય ગતિવિધીમાં કેન્દ્રની સત્તા સામે વિરોધ પક્ષોની શક્તિને નોંધપાત્ર રીતે મજબૂત કરવાની ક્ષમતા છે. બહુજન સમાજ પાર્ટી (બીએસપી) અને સમાજવાદી પક્ષ (એસપી) વચ્ચેનું ગઠબંધન એક પ્રચંડ મતદાર અને સામાજિક ગઠબંધન બનવાનો ભરોસો આપે છે. જે યુપીમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના ચૂંટણીના પ્રભાવને ભારે નુકસાન પહોંચાડી શકે છે. વળી, પ્રિયંકા ગાંધી વાડ્રાનું કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વ યુપીના ઇનચાર્જ તરીકે નોમિનેશન 2019ની લોકસભાની ચૂંટણીઓમાં તેમના પક્ષને વધુ સારી રીતે આગળ વધારવાના પગલા તરીકે જોવાઈ રહ્યુ છે. ભાજપ માટે ઉત્તર પ્રદેશનું મહત્વ એવું છે કે જ્યારે પણ કેન્દ્રમાં સરકાર રચાય ત્યારે, લગભગ એક-ચતુર્થાંશથી વધુ બેઠકો યુપીથી આવે છે. તેથી, યુપીમાં થતા મોટા મતદાર પરિવર્તનની સંભાવના આગામી સામાન્ય ચૂંટણીઓમાં ભાજપની હારને રજૂ કરે છે.

એક સામાન્ય સમજ એવી છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપને હરાવવા માટેના પ્રયત્નોમાં બીએસપી અને એસપીનું સંયુક્ત બળ હોવું જરૂરી છે, જે મજબુત સામાજિક આધારના સૌથી મોટા પડકારો છે. આ બંને પક્ષોએ તેમની સાથે સંકળાયેલા સામાજિક જૂથો વચ્ચે વિરોધાભાસના મૂળ રૂપ હતી તેવી તેમની લાંબા સમયથી ચાલતી દુશ્મનાવટને દૂર કરી દીધી છે. જો કે, આ વિરોધાભાસ આદિત્યનાથના શાસન દ્વારા રજૂ કરાયેલા હિન્દુત્વ ઉચ્ચ જાતિના આક્રમણ સાથે મૌન અથવા ગૌણ બની ગયો છે. તેથી, બીએસપી-એસપી જોડાણ ફક્ત તેમના અસ્તિત્વને ટકાવવાને લઈને નથી, પરંતુ, તેમને સંબંધિત સામાજિક દબાણને લઈને 25 વર્ષ પછી બંને પક્ષો જોડાયા છે. આ જોડાણનું ગણિત અન્ય વિરોધ પક્ષોને સહાયક ભૂમિકામાં જોતરશે, જેના દ્વારા વર્તમાન સરકાર સાથે અસંતોષ ધરાવતા મતદારો માટે તે એક ધ્રુવ બની શકે છે. રાષ્ટ્રીય લોક દળ અથવા નિષદ- NISHAD (નિરબલ ભારતીય શોષિત હમરા આમ દળ) પક્ષ જેવા નાના પક્ષોને ગઠબંધનમાં સમાવે છે પરંતું કોંગ્રેસ તેનો ભાગ નથી. કોંગ્રેસની આ પ્રકારની સહાયક ભૂમિકા સ્વીકારવાની અનિચ્છાને લીધે આ પરિસ્થિતિ ઊભી થઈ હોવાનું જણાય છે અને તે માત્ર થોડીક બેઠકો પર ચૂંટણી લડશે. તેને તેના ભૂતપૂર્વ જાણીતા ઓલ-ઇન્ડિયા પાર્ટીના દરજ્જાથી ઉણા દેખાવાનો ભય લાગે છે. પ્રિયંકા ગાંધી વાડ્રાનો પ્રવેશ યુપીમાં પાર્ટીને કાયાકલ્પ કરીને આ સ્થિતિને દુર કરવાનો પ્રયાસ છે.

યુપીમાં કોંગ્રેસની હાલની તાકાત અને સંગઠન હોવા છતાં પણ કોંગ્રેસ ઉત્તર પ્રદેશના ત્રીજા ધ્રુવ અથવા મુખ્ય પડકાર તરીકે ઊભરી આવશે કે કેમ તે શંકાસ્પદ છે. એક અભિપ્રાય એમ સૂચવે છે કે ભાજપની સવર્ણ મત બેંક મતદારોનો એક ભાગ જે બીએસપી-એસપી જોડાણ માટે મતદાન કરશે નહીં તે આવા ત્રીજા ધ્રુવને સમર્થન આપીને ભાજપની વોટબેંક તોડીને વધુ કોરાણે ધકેલશે. આવા વિશ્લેષણ ઉચ્ચ જાતિની રાજકીય ચતુરાઈને ઓછી આંકે છે - ખાસ કરીને નીચલી જાતિના પડકારોની સામે - અને વિપક્ષના મતોમાં પણ ફાચર મારવાનું જોખમ રહે છે. કોંગ્રેસ પોતાની મમતને વળગી રહીને મતના વિભાજનનું જોખમ વહોરી રહી છે જે બતાવે છે કે રાજકીય પ્રાથમિકતાઓની તેની સમજણ કેવી રીતે આડખીલી બની ગઈ છે.

લોકસભા ચૂંટણીઓના સંદર્ભમાં, કોંગ્રેસ પક્ષ સૌથી મોટી વિપક્ષી બળ તરીકે પોતાની જાતને સ્થાપી શકે તે માટેના ત્રણ સંભવિત ઓબ્જેક્ટિવ હોઈ શકે છે. પ્રથમ, વર્તમાન સરકારને ઉખાડી ફેંકવી, જે લોકોના જીવન અને આજીવિકાની સાથે દેશના સામાજિક માળખા માટે પણ ખતરારૂપ છે; બીજું, તેના પક્ષનું પુનઃનિર્માણ અને તેની સ્વતંત્ર તાકાત વધારવી; અને, ત્રીજુ, ચૂંટણી પછી કૉંગ્રેસના વડા પ્રધાન બને. સામાન્ય રીતે કહી શકાય કે આ ત્રણ ઉદ્દેશ્યો એકબીજા સાથે સાયુજ્ય ધરાવતા હોય તે જરૂરી નથી, પરંતુ પક્ષની વર્તમાન સ્થિતિ અને રાજકીય દળોના પરસ્પરના સંબંધમાં પ્રાદેશિક ભિન્નતા આવશ્યક છે ત્યારે કાંતો તેમાંથી પસંદગી કરવી કે હેતુઓની પ્રાથમિકતા નક્કી કરવી. સામાન્ય રીતે એવું કહી શકાય કે તેનો મુખ્ય ઉદ્દેશ પ્રથમ છે. તે હેતુને પ્રાપ્ત કરવા માટે બિનભાજપી મતોના ખેંચવાની આવશ્યકતા રહેશે અને વરિષ્ઠ વિપક્ષી નેતાઓનું કહેવું છે કે તે માટે દરેક રાજ્યમાં મજબૂત વિરોધ પક્ષોને એકત્ર કરવા જરૂરી છે. આનો તાર્કિક અર્થ એ છે કે ઉપરોક્ત બીજા ઉદ્દેશ્ય (જ્યાં કોંગ્રેસ સૌથી મજબુત વિપક્ષ છે તે રાજ્યોમાં તે અન્ય પક્ષોને લાગુ પડે છે) અને વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને બાજુએ મુકવા રહ્યા. યુ.પી.માં સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનું પસંદ કરનારી કૉંગ્રેસની આ બાબતે અનિચ્છા હોવાનું જણાય છે અને તે કારણે તે અહી ત્રણ પાંખિયો જંગ ખેલવા માંગે છે. તે કહી શકે કે અમે તો "મોખરે આવીને લડીએ" છીએ, પરંતુ તે વાસ્તવમાં પોતાના પગ પર કુહાડી મારે છે.

બીએસપી-એસપી જોડાણ માટે શુદ્ધ વ્યવહારવાદની વાત નથી, પરંતુ ગહન સામાજિક દળોથી ઊભી થતી, જોડાણની રચના કરવામાં રાજ્યવાર વિશિષ્ટતામાં વ્યૂહાત્મક ચિંતા પણ સમાયેલી છે. અને સાથે તેના મૂળમાં વૈવિધ્યતા તેમજ આ દેશની અસાધારણ સામાજિક-રાજકીય વાસ્તવિકતા સમાયેલી છે. તેના સરમુખત્યાર રાજકીય પ્રોજેક્ટને લીધે, ભાજપ અને સંઘ પરિવાર સતત આ વૈવિધ્યતાને દબાવવા ઇચ્છે છે, અને આખરે તે પહેલાની જેમ થઈ શકે છે. આ રાજકીય પ્રોજેક્ટના વિશ્વસનીય વિકલ્પને તેના સંગઠનાત્મક સ્વરૂપ અને પ્રોગ્રામેટિક સામગ્રીમાં આ વૈવિધ્ય અને અસમાન વાસ્તવિકતાની અભિવ્યક્તિની જરૂર છે. જોકે, કોંગ્રેસની આ અનિશ્ચિતતા અને ભારતની સામાજિક વાસ્તવિકતાના એકમાત્ર વાસ્તવિક પ્રતિબિંબ તરીકે પોતાને જોવાના તેના આગ્રહ તેને વિકલ્પ ઉભો કરવાની ભુમિકામાં ઉદ્દીપક બનતા અટકાવે છે. બિન-ભાજપના સૌથી મોટા પક્ષ હોવાના કારણે, તમામ શક્યતાઓમાં, નેતૃત્વની ભૂમિકા કોંગ્રેસ તરફ આવી શકે છે. જો કે, અન્ય રાજકીય દળોના દાવાને ઓળખીને અને વ્યક્તિગત ધ્યેયોને અલગ પાડીને આવી ભૂમિકાને હાંસલ કરવી આવશ્યક છે. દેશના સૌથી મોટા રાજ્યમાં તેની ક્રિયાઓ દ્વારા જતા, કોંગ્રેસને હજુ પણ આ બાબતે ઘણું શીખવાનું બાકી છે.

Back to Top