અયોધ્યા: સ્થળથી અવકાશ સુધી
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
આખરે તો સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ આપેલો અયોધ્યાનો ચુકાદો મૂળભૂત રીતે તો એવા નક્કર, ભૌતિક સ્થળ વિશેનો છે જેને વિવિધ મુકદ્દમા દ્વારા કાનૂની વિવાદમાં મુકવામાં આવ્યો હતો. ઘણા લોકો માટે, આ વિવાદાસ્પદ સ્થળ હતું અને હવે તે વિવાદની સમાપ્તિ છે. અદાલતે એક ખાસ ધાર્મિક વિશ્વાસ ધરાવતા એક વર્ગને તેનો કબજો સોંપીને ન્યાય તોળ્યો હોય એવું લાગે છે. કોર્ટના ચુકાદાથી બીજા ધાર્મિક જૂથને વૈકલ્પિક જગ્યા પણ આપવામાં આવી છે. આ મૂળભૂત રીતે ભૌતિક સ્થળના કબજા વિશેનો ચુકાદો છે. કોર્ટનો ચુકાદો, એમ કહી શકાય કે તે સ્થળને તેના સંભવિત ન્યાયિક નિયંત્રણમાં વિવાદોથી બચાવવા લેવાયો હોઈ શકે છે. અદાલત કોઈ સ્થળના કબજાની આજુબાજુના ઘર્ષણ પર નિર્ણય કરીને અને તેનો નક્કર અર્થ સોંપીને તેનો હેતુ સાધે છે. સ્થળ તે બાબતે ઇરાદાપૂર્વક નિર્ણય લેવા અને પુરાવા પૂરા પાડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે જેથી પરિણામ તરીકે ન્યાય મળે. જો કે, ન્યાય યોગ્ય પરિણામ તરીકે કેટલાકને સંપૂર્ણ સંતોષ આપી શકતું નથી. હકીકતમાં, ન્યાયતંત્ર આગળ કાનૂની સમજાવટ માટે થોડી જગ્યા છોડી દેવાના હેતુને ધ્યાનમાં રાખે છે.
કોઈ સ્થળ તેના ભૌતિક ગુણધર્મો દ્વારા નહીં, પરંતુ કલ્પનામાં તેના સ્થાન દ્વારા વિસ્તરણ શરૂ કરે છે. આમ, અજાણ્યા અથવા અજાણ્યા સ્થળોને પાંખો ફૂંટે છે અને તે માનસિક અને સાંસ્કૃતિક અવકાશની લોક કલ્પનામાં વિહાર કરે છે. જ્યારે સ્થળ કલ્પનાઓના જોરે ઉડે છે, ત્યારે સંભવ છે કે તે એક એવો માનસિક અવકાશ સર્જે છે જેમાં પછી અંદર વિસ્ફોટક અને નફરત, બદલાની ભાવના જેવી લાગણીઓ સ્થાન જમાવે છે. તે પછી સ્થળ એક પ્રકારનાં ડાયનામાઇટમાં રૂપાંતરિત થાય છે, જે એકદમ વિસ્ફોટક હોઈ શકે છે. કોઈ ચોક્કસ સાંસ્કૃતિક અવકાશમાં, વ્યક્તિઓ પર ચોક્કસ બોલકા વચનોનો મારો ચલાવે છે અને આવા વચનો સામાન્યરીતે જાહેર સ્થળોએ એકબીજાને વધાવવાની સામાન્ય રીત હોતા નથી. જાહેર અવકાશમાં આવો મુખર અવાજ આખરે તે વ્યક્તિના સાંસ્કૃતિક સંકોચનમાં પરિણમે છે જે અન્યથા ઓછી તિવ્રતાની ભાષા સાંભળવાની ઇચ્છા રાખી શકે. સાર્વજનિક અભિવ્યક્તિમાં ઘાંટા પાડવા તે બીજાની અભિવ્યક્તિઓને શાંત પાડવામાં પરિણમે છે. ચૂપ કરાવવા એ ઘાંટા પાડવા અને વ્યાપક દાવાઓનું અંતિમ પરિણામ છે. આ તે સ્થળની શક્તિ અને નિયંત્રણ છે જે જે કેટલાક લોકો પર દબાણ કરે છે અને લાગણીઓના વિસ્ફોટ તરફ દોરી જાય છે. અહી મહત્વનો પ્રશ્ન એ છે કે: શું કોર્ટ સિસ્ટમ અને તેના ચુકાદાથી તાકીદે જરૂરી હોય તેવા લોકો માટે જગ્યા પુનસ્થાપિત કરે છે?
આજે, સામાજિક-સાંસ્કૃતિક અવકાશ અને માનસિક અવકાશ પણ ઝડપથી સંકોચાઈ રહ્યા છે. અવકાશના સંકોચાઈને અંતે તે લોકોને તેમના વિશિષ્ટ સ્થળોએ ડિસિમેશન અને ઘેટાશાહી તરફ દોરી જાય છે, જેને અલંકારિક રીતે "એથનિક એન્ક્લેવ્સ" તરીકે ઓળખાવી શકાય છે. એવો અવકાશ કે જે કાં તો શંકાસ્પદ લોકોને તેના અનિવાર્ય તર્ક તરફ દોરી જાય છે, અથવા જે લોકોને નિયંત્રણમાં રહેવાનું દબાણ કરે છે અને "શરણાર્થી શિબિર" તરીકે અસ્તિત્વને જોતા થઈ જાય છે અને સંભવત,, પ્રભાવશાળી અન્ય લોકો તેમને પોતાના તાબા હેઠળ લાવવાની માંગને મજબુત કરે છે. આવા અવકાશમાં સ્થિરતા, સાંસ્કૃતિક ઘેરાબંધી અથવા રાજ્યની અસરકારકતા ઓછી થાય છે. આવી સાંસ્કૃતિક સ્થિતિમાં, આવા સ્થળો પર રાજકીય ગતિશીલતાનો અનુભવ થવાની સંભાવના ઓછી હોય છે જેનો આશય એવા સ્થળોની તરફેણમાં સામાન્ય રાજકીય મત ઉભો કરવાનું લક્ષ્ય હોય છે કે જે શંકાના આધારે અથવા સંપૂર્ણપણે તેમના તાબામાં હોય છે.
અહી એક સવાલ કરવો રહ્યો કે: તે કઇ પરિસ્થિતિઓ છે જે સ્થળોને સ્થિર, અસ્થિર અથવા રિફાઇન થવાથી બચાવી શકે છે? અથવા, તે એવી કઈ પરિસ્થિતિઓ છે જે સ્થળોને ગતિશીલ અને ડાયનેમિક બનાવવા માટે જગ્યા કરી આપે છે, ખાસ કરીને એટલા જ આદરપાત્ર વ્યક્તિને લોકનજરે ચડાવવાની દ્રષ્ટિએ? આ નિશ્તિતરૂપે સ્થાનિક વિષયનો વૈશ્વિક વિષય બનવા તરફની બાહ્ય યાત્રાને આગળ વધારવાની નિશાની છે. આમ કોઈ સ્થળનું ફરીથી સર્જન જરૂરી છે અને તેને પરિવર્તન અથવા તેના મુક્તિ ડાયનેમિક્સમાં ફેરફારની જરૂર છે. વર્તમાન કિસ્સામાં, જેમકે કેટલાકે સૂચવ્યું છે કે, સુન્ની વફ્ક બોર્ડને સુપ્રીમ કોર્ટે આપેલી વૈકલ્પિક જમીનનો એક ભાગ સંભવતઃ તેને વધુ ગતિશીલ સ્થળ બનાવવા માટે વાપરી શકાય છે, ઉદાહરણ તરીકે, નવું પરિવર્તનશીલ જ્ઞાન પેદા કરવા માટે. આ સ્થાન તે છે જે સાર્વત્રિક વિષય બનાવશે; એવો વિષય કે જેમાં બીજાને બનાવવાની જંગલી મહત્વાકાંક્ષા નહીં હોય, પરંતુ પરસ્પર આદર અને માનવીય સંભાળ સાથે પોતાનો વિસ્તાર કરશે. કોઈ સાર્વત્રિક વિચાર પેદા કરવા માટે દરેકે માનસિક કાલ્પનિક અવકાશને વિસ્તારવાની જરૂર છે. આ વિચારને પ્રાપ્ત કરવા માટે, અલબત્ત તે સ્થળને અન્યને ગૌણ કરવાની મહત્વાકાંક્ષાઓમાંથી મુક્ત કરવું પડશે.