પર્યાવરણનો પોકાર
પર્યાવરણ સંરક્ષણ માટે ચેપી સામરિટિઝમ કરતા વધુ અભ્યાસપૂર્ણ પગલાની જરૂર છે.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
20-27 સપ્ટેમ્બર 2019ની વૈશ્વિક આબોહવા પરિવર્તન હડતાલે જૂની કહેવતને યાદ કરાવી દીધી, “આપણને પૃથ્વી આપણા પૂર્વજો પાસેથી વારસમાં નથી મળી, આપણે તેને આપણા બાળકો પાસેથી ઉધાર લીધી છે.” જ્યારે આ કહેવતમાં પર્યાવરણ સંરક્ષણ માટે યુવા આગેવાનીની જરૂરિયાત અને તાકીદ દર્શાવવામાં આવી છે અને તેમાં પર્યાવરણની જાળવણીની જવાબદારી કોઈ એક દેશની જ નહીં, પણ દુનિયાભરના દેશોની છે તે સ્પષ્ટ થાય છે. પ્રદુષણ ઘટાડીને જનસામાન્યના હિતમાં પર્યાવરણની જાળવણી માટેની સામૂહિક અને સહયોગી બંને કામગીરી આવશ્યક થઈ પડી છે. આપણી સાદી સમજ તો એમ કહે છે કે, ઓછા પ્રદુષણ ફેલાવતા દેશોની માથે ભવિષ્યમાં પ્રદુષણ ઓછુ કરવાની ઓછી જવાબદારીઓ હશે, પરંતુ વાસ્તવમાં, તેમની ઉપર પક્ષપાતી જવાબદારીનું સામાન્ય રીતે ભારે પ્રદુષણ ફેલાવતા દેશો કરતા વધારે હોવાનું જોવા મળે છે.
આ સંદર્ભમાં, ભારતના શહેરોમાં યુવા વર્ગ પર્યાવરણ સંરક્ષણને લઈને આગળ આવતો જોઈને આનંદ થાય છે. પરંતુ તેની સાથે, એ ચિંતામાં પણ વધારો થાય છે કે શું પર્યાવરણને લઈને એકલા પ્રદર્શનોનો એજન્ડા પર્યાવરણ જાળવણીના મુદ્દે તેની વિષયવસ્તુ અને હાર્દ બંને રીતે રાજકીય ઉપક્રમોનું પૂરતા પ્રમાણમાં ધ્યાન ખેંચી શકે છે. છેલ્લા 10 વર્ષથી આબોહવા પરિવર્તનના મુકદ્દમામાં વાદી દ્વારા માનવાધિકાર કાયદાઓનો વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આવા અધિકારો આધારિત અભિગમની સફળતાનું પ્રમાણ ચકાસવાની જરૂર છે.
દાખલા તરીકે, સલામત પર્યાવરણના “આનુશાંગિક લાભો” ની કલ્પના કરીએ. ભારતીય સંદર્ભમાં, આ અભિગમ ઓછો લાગુ પડે તેમ છે. કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સને બદલે સૌર અથવા પવન ઉર્જા જેવા નવીનીકરણો દ્વારા નિશંકપણે કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં ઘટાડો થશે, પરંતુ, તેમાં રોજગાર સર્જન સ્વરૂપે આનુશાંગિક લાભો મળશે કે કેમ તે પ્રશ્નાર્થ છે. 2016માં પ્રકાશિત ઇન્ટિગ્રેટેડ રિસર્ચ એન્ડ એક્શન ફોર ડેવલપમેન્ટના અભ્યાસુઓના એક પેપરમાં કોલ ઈન્ડિયાની ઉત્પાદકતાનો અંદાજ 2014-15ના ઉત્પાદનના આંકડાના આધારે કરવામાં આવ્યો હતો, જે કર્મચારીના કલાકદીઠ આશરે 0.75 ટન જેટલો હતો. આ દરે, ભારતીય કોલસા પ્લાન્ટમાં રોજગાર ઉત્પન્ન કરવાની ક્ષમતા રિન્યુઅલ આધારિત ઉર્જાના પ્લાન્ટ કરતા વધારે હોવા ઉપરાંત અમેરિકામાં સરેરાશ કોલસાના પ્લાન્ટ કરતા પણ વધારે છે. દાખલા તરીકે એક મેગાવાટ ફોટોવોલ્ટેઇક સોલાર પ્લાન્ટમાં આશરે 20 વ્યક્તિઓની ચાર મહિના માટે જરૂર પડે છે. વર્ષ 2011માં કર્મચારી કલાક દીઠ 5.22 ટનની ઉત્પાદકતા હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું. શું આનો અર્થ એ થાય છે કે રોજગાર પેદા કરવા માટે પર્યાવરણ સંરક્ષણ સાથે ચેડા કરી શકાય છે?
વિકાસના "ક્ષમતા અભિગમ"ની દૃષ્ટીએ સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણ અને રોજગાર બંને ગુણવત્તાયુક્ત જીવનના ડ્રાઇવર બની શકે છે, અને તેથી, પરસ્પર અલગ ન હોવા જોઈએ. પરંતુ, માણસની સંકિર્ણ દ્ષ્ટિમાં ભવિષ્ય કરતા વર્તમાન વધુ મહત્વ ધરાવે છે. આજીવિકાના સંદર્ભે, તેની સાથે સંકળાયેલા સંકટના સ્તરને ધ્યાનમાં લીધા વિના તેને પ્રાધાન્યતા આપવામાં આવે છે. આ તબક્કે, લોકોમાં રોકાણ કરવા માટે રાજ્યને જવાબદાર ગણવાનું વધુ મહત્વનું હોવું જોઈએ જેથી તેઓ સલામત પર્યાવરણ સહિતના તેમના અધિકારો મેળવવા માટે સશક્ત બને.
પર્યાવરણ સંરક્ષણ એ દેશને લગતો મુદ્દો છે અને, સામનો કરવામાં આવતી સ્થાનિક અને વૈશ્વિક વાસ્તવિકતાઓનો યોગ્ય સંદર્ભ આપ્યા વિના પર્યાવરણની જાળવણીના ખાલી એજન્ડાનું કોઈ મહત્વ નથી. આ જોતાં, ભારતે પર્યાવરણ હડતાલનું ઔચિત્ય ગુમાવી દીધુ છે. પર્યાવરણ સુરક્ષા પ્રત્યેની નિષ્ક્રિયતા માટે દેશને ઢસડવાના ઉમંગમાં હડતાલે હવામાનને લગતા કેટલાક મૂળભૂત વિવાદાસ્પદ મુદ્દાઓને અવગણ્યા છે. આવો જ એક મુદ્દો છે કે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેશન ઓન આબોહવા પરિવર્તન (યુએનએફસીસીસી)ના કોમન બટ ડિફરન્સિએટેડ રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ રિસ્પેક્ટિક કેબેબિલિટીઝ (સીબીડીઆર – આરસી)ના સિદ્ધાતો. આબોહવા પરિવર્તનને ધ્યાનમાં લેવાની વિવિધ દેશોની જુદી જુદી ક્ષમતાઓ અને જુદી જુદી જવાબદારીઓ હોવા છતાં, તે જુદા જુદા દેશોની કાર્બન ઉત્સર્જન અને શોષણની ઔlતિહાસિક જવાબદારીને ધ્યાનમાં ન લેતા, તે માત્ર ઠાલા હૃદયનો પ્રયાસ બની રહ્યો છે. સરપ્લસ શોષક ક્ષમતા ઓછાથી ભારે ઉત્સર્જકોમાં સ્થાનાંતરિત થઈ રહી હોવાથી, દેશોના રાષ્ટ્રીય ધોરણે નિર્ધારિત યોગદાન (આઈએનડીસીએસ)ના અંદાજો તપાસના વિષય છે.
દાખલા તરીકે, 1991 અને 2012ની વચ્ચે ગ્રીન હાઉસ વાયુઓ (GHG) ના વાતાવરણીય સ્ટોકમાં ભારતનું યોગદાન 0% રહ્યું છે. આની તુલનામાં, ભારતનું આઇએનડીસીએસનું 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જનની તીવ્રતા 30% - 35% ઘટાડવાનું લક્ષ્ય મહત્વાકાંક્ષી લાગે છે. વિરોધીઓ આ લક્ષ્યની વ્યાજબીતા વિશે યોગ્ય પ્રશ્નો ઉભા કરી શક્યા હોત, ખાસ કરીને ભારતની રાષ્ટ્રીય આવકના ઘટાડાના સંદર્ભમાં, અને આના સંદર્ભમાં, પેરિસ કરાર થયા પછી આ લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટેની સંભાવનાઓ અને ટેકનોલોજી પ્રત્યેની નબળી પ્રતિબદ્ધતા વિશે ચિંતા વ્યક્ત કરી શક્યા હોત. વધુ મહત્વનું એ છે કે, આ ઉત્સર્જન ઘટાડા માટે જવાબદારીના વહેંચણીના બિન-સમાનતાવાદી સિદ્ધાંતોનો વિરોધ કરવાની તક હોઈ શકે.
યુવા પેઢીમાં પર્યાવરણની ચેતના લાવવી એ નિશંકપણે વર્તમાન સમયની આવશ્યકતા છે. પરંતુ, આમ કરવામાં એ યાદ રહે કે પર્યાવરણ ન અવગણી શકાય તેવું ક્ષેત્ર છે અને તેની જાળવણી માટે તેના ઉપયોગની રીતની સમજની જરૂર છે. “વૈશ્વિક સહયોગ” દર્શાવવા માટે ભારે પ્રદર્શનો રોમાંચ પેદા કરી શકે છે, પરંતુ તેનાથી શાસનની વાસ્તવિક કટોકટીનું કદી નિવારણ આવશે નહીં.