ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

જુલમી ન્યાય

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) આરક્ષણ લાભાર્થીઓની મૂળ યાદીને વિસ્તારીને અને તેને કબજે કરીને તેને વધુ સર્વગ્રાહી બનાવવા બંને સરકારો- કેન્દ્ર અને રાજ્ય સરકારો અનામત માટે સામાજિક આધારને વિસ્તારવામાં રાજકીય સમાધાન શોધી રહી છે. આ સરકારોએ આ નિર્ણય માટે આર્થિક પછાતપણાને વાજબી કારણ ગણાવ્યુ છે. જોકે આ કારણ સાવ બોદુ છે કેમકે આ સરકારો દ્વારા અપનાવવામાં આવેલા આર્થિક પછાતપણાના માપદંડમાં અનામતની વિચારણામાં વધુ આર્થિક પછાત એવા સમાજને છોડી દેવામાં આવ્યા છે. અહી પ્રશ્ન એ ઉદ્દભવે છે કે તફાવત માત્ર 10% અને 13% જાતિઓ પર આવીને શા માટે અટક્યો છે? આ સિદ્ધાંતમાં તો અપેક્ષા એવી હતી કે સરકાર સમાજના સૌથી પછાત વર્ગથી શરૂ કરશે. આ પ્રશ્નનો જવાબ કદાચ નવી અનામત નીતિના રાજકારણમાં મળી શકે છે. આ રાજનીતિ પ્રમાણે, સત્તાધારી પક્ષ માટે લઘુમતીઓ અત્યારે ચૂંટણીની સફળતામાં ચાવીરૂપ નથી રહ્યા.

આ ઉપરાંત, નવી અનામત નીતિના પાસામાં એક વધારાની ધાર છે. નવી અનામત માટેનો ક્વોટા બંધારણના ઘડવૈયાની કલ્પના પ્રમાણેના "પ્રગતિશીલ" સિદ્ધાંતથી ભટકી ગયો છે. મૂળ બંધારણીય માળખામાં, અનામત પ્રથા ખાસ કરીને ઉજળિયાત વર્ણોના પૂર્વગ્રહને નિયંત્રણમાં રાખવાના હેતુથી રજૂ કરવામાં આવી હતી, જે અનુસુચિત વર્ગોમાંથી લાયક ઉમેદવારોની નિયુક્તિમાં અવરોધ હોવાનું માનવામાં આવતું હતું. આ કારણસર યુનાઇટેડ સ્ટેટ્સ (યુ.એસ.)થી વિરુદ્ધ ભારતે હકારાત્મક કાર્યવાહીને બદલે અનામતને અપનાવી. તે માત્ર પ્રારંભિક સગવડતાની સ્થિતિ છે જેનું પરિણામ નોકરી અપાવવાનું છે. આ જ વાદને જરા જુદી રીતે મુકીએ તો, હકારાત્મક પગલાં ચોક્કસ પરિણામની બાંહેધરી નથી આપતા. નવી અનામત નીતિ જે અત્યારે પ્રક્રિયામાં છે તે જમીની સ્તરે જાતિ-આધારિત પૂર્વગ્રહના તત્વને દુર કરી શકે છે, જેમાં મોટેભાગે પસંદગીકાર તેમજ સ્પર્ધકો બંને એક જ પ્રભાવી સામાજિક પૃષ્ઠભૂમિને આગળ ધપાવશે. તો પછી પ્રશ્ન એ ઉદ્દભવે છે કે પસંદગીકારો ભરતીના એકદમ અમૂર્ત માપદંડને અપનાવશે કે ઉચ્ચ જાતિઓ પૈકીની પેટા-જાતિઓ તરફ પક્ષપાતી વલણ અપનાવશે.

નવી અનામત નીતિના લાભાર્થીઓ તેમજ સરકારો આ અનામતને માન્યતા આપવામાં એ વાત ચુકી જાય છે કે આવી જોગવાઈઓ માત્ર સરકારી ક્ષેત્ર સુધી જ મર્યાદિત છે. આનો સુચિતાર્થ એ છે કે આડકતરી રીતે એ સ્વિકારવું કે આ જાતિના સભ્યોને બજાર અને ખાનગી ક્ષેત્ર વંચિત રાખતા અવરોધકનું કામ કરશે. આ પ્રકારની નીતિ ખાનગી ક્ષેત્રને આ અનામતવાદીઓ દ્વારા સવાલ પુંછવા સામે રક્ષણ આપે છે અને તેમને સરકારી નોકરીઓ પર વધુ આધાર રાખવાની ફરજ પડે છે.

જો કે, કોઈ ચોક્કસ જાતિના સંદર્ભમાં, સૈદ્ધાંતિક રીતે કહીએ તો, અનામત પ્રથાની પ્રકૃતિનો ફાયદો મળે છે. આવી નીતિ પાછળનું તાર્કિક કારણ ઉચ્ચ જાતિ, બિન-દલિત, બિન-ઓબીસી સમુહ માટે ખાસ કરીને સરકારી નોકરીઓમાં વિકલ્પો પૂરા પાડીને આગળ વધતું જોવામાં આવે છે. જો કે,  આ તર્કનો પ્રવાહ વિવિધ તર્કો દ્વારા અનામત પ્રથાનો મંચ તૈયાર કરે છે અને તે આંતરિક અને બાહ્ય નિષેધ બંને માટે સુસંગત બની જાય છે. આરક્ષણ, જો મોકાના માળખા દ્વારા સ્પર્ધાની ભાવના અને સમિકરણ સાથે અમલ કરવામાં આવે તો તે આંતરિક વિકલન તરફ દોરી જશે, જેમ મર્યાદિત પણે અમુક અંશે એસસી / એસટીએસના કિસ્સામાં થયું છે તેમ. પરંપરાગત દલીલ આવા આંતરિક વિકલનની જાતિગત ચેતનામાંથી પોતાને મુક્તિ અપાવીને વ્યક્તિ તરીકે જોવાના આધાર તરીકે તેની તરફદારી કરી શકે છે. એક વ્યક્તિ જે તેની જાતિના બદલે માત્ર તેમની ક્ષમતા પર ટકેલી હોય. ક્વોટા જાતિના આધારે સામાજિક નૈતિકતાને તોડતી અને જાતિગત ચેતનામાંથી બહાર નીકળવાની એક સક્ષમ સ્થિતિ પ્રદાન કરી શકે છે. જેમ એક સભ્ય આધુનિક ધોરણે બીજા સાથે સ્પર્ધા કરે છે તેમ. જોકે, આ આપમેળે થશે નહીં; આધુનિકતા દ્વારા પડતા પડકારોને પહોંચી વળવામાં નિષ્ફળતા મેળવનારો વ્યક્તિ પાછો જાતિગત સંસાધનોમાં પડશે. આને "આધુનિકતાની કલ્પના" કહી શકાય જેને અનામત દ્વારા વ્યક્તિની સફળતા દ્વારા નિયંત્રિત કરી શકાતી નથી.

અન્ય સ્તરે, ન્યાયની પ્રકૃતિ માને છે કે અનામતના લાભાર્થીઓની સામાજિક ઓળખ સાથે જોડાયેલી લાંછનની વિભાવનાઓને દુર કરવી રહી. તેમાં ઉચ્ચ જાતિએ સામાજીક ન્યાય અને દલિત શબ્દોનો ઉપયોગ એકબીજાના પર્યાય તરીકે કર્યો. આમ, નવી ક્વોટા સિસ્ટમ પહેલાં, અનામત વિરોધી વ્યક્તિ સામાજિક ન્યાયના સિદ્ધાંતને અપમાનજનક અર્થમાં રજૂ કરી શકે છે, જેમાં અનામત શબ્દને દલિતો માટે સમાનાર્થી બન્યો હતો. કોઈ એવી આશા રાખે કે નવી ક્વોટા સિસ્ટમ તેના લાભાર્થીઓને આ સિદ્ધાંતને સાર્વત્રિક ધોરણે પુનઃસ્થાપિત કરીને સામાજિક ન્યાયના સિદ્ધાંત પ્રત્યે સમાનતાવાદી વલણ અપનાવવા સક્ષમ કરશે. પરિણામે સામાજિક ન્યાય એક વિચાર તરીકે સાર્વત્રિક આદર પામશે. આપણે ભવિષ્યમાં ડોકીયું કરીને જોઈ શકતા નથી કે દલિતો અને આદિવાસીઓ જેવા તત્કાલિન સમાજ સમુહો માટે સામાજિક ન્યાયના અમૂર્ત સિદ્ધાંતનો હાસ થાય છે કે કેમ. એક સમાનતાવાદી વલણ આ વિચારમાં મોટી રાહત આપી શકશે અને હાનિ પહોંચેલા સામાજિક સંબંધોને થોડી રાહત મળશે.

Back to Top