વેતન દરની મજાક
હાલનું રાષ્ટ્રીય લઘુત્તમ વેતન દર એ વેતન દરની સ્થાપનાના હેતુને હણે છે.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
શ્રમ પ્રધાન દ્વારા રૂપિયા 178નો નેશનલ ફ્લોર લેવલ મિનિમમ વેજ (એનએફએલએમડબ્લ્યુ) ની જાહેરાતે વેજ ફ્લોરની રચના પાછળના નિર્ધારિત માપદંડોની ઉપેક્ષા કરીને અને અધિકૃત પ્રક્રિયાઓને કોરાણે મુકીને વેતન માળખાની સ્થાપના પાછળના ઉદ્દેશને હાનિ પહોંચાડી છે. ઔદ્યોગિક કામદારોના ઉપભોક્તા ભાવ સૂચકાંક (સીપીઆઈ-આઈડબલ્યુ)માં થયેલા વધારાના આધારે, જૂન 2017 માં કરવામાં આવેલા છેલ્લા સંશોધનો પ્રમાણે લઘુત્તમ વેતન રૂપિયા 160માં 10 ટકા વધારો કરીને રૂપિયા 176 કરવામાં આવ્યુ છે. તેમાં પાછલા બે વર્ષના ફૂગાવાને ગણતરીમાં લેવામાં ન આવ્યો હોવાને કારણે વર્તમાન એનએફએલએમડબ્લ્યુમાં વાસ્તવમાં ઘટાડો થશે. તો પછી લઘુતમ વેતન નક્કી કરવાનો અર્થ શું રહ્યો?
લઘુત્તમ વેતન અને સામૂહિક બાર્ગેનિંગ પ્રણાલીઓ મજૂર બજાર સંસ્થાઓ છે અને તે પણ વેતનના માળખા અને વિતરણને પ્રભાવિત કરે છે. શ્રમ નીતિમાં, રાષ્ટ્રીય લઘુતમ વેતન નિર્ધારિત કરવાનો સામાન્ય હેતુ કર્મચારીઓની ગરીબી દૂર કરવાનો અને આવક અને શ્રમ બજારની અસમાનતામાં ઘટાડો કરવાનો છે. આમ કરવાનો હેતુ એ છે કે, ફૂગાવાના દરને પણ ધ્યાનમાં લઈને લઘુત્તમ વેતન સામાન્ય રીતે એવા સ્તર પર નિર્ધારિત કરવું કે કામમદારો અને તેમના પરિવારોની આવશ્યકતાઓને તેમાં આવરી લેવામાં આવે. જોકે આ સામૂહિક બાર્ગેનિંગથી અલગ પડે છે, જેનો ઉપયોગ ખાસ કરીને સંગઠિત ક્ષેત્રમાં વર્તમાન વેતનના ધોરણોને સુધારવા માટે કરી શકાય છે. તાજેતરના આર્થિક સર્વે અનુસાર, "અસર કારક લઘુત્તમ વેતન છેવાડાના શ્રમજીવીઓને લક્ષિત કરતી હોઈ મધ્યમ વર્ગને સશક્ત કરે છે અને એ રીતે ટકાઉ અને વ્યાપક વૃદ્ધિને વેગ આપી શકે છે."
જોકે, ફૂગાવાનો સમાવેશ કર્યા વિના રૂ.178 જેટલું ઓછુ લઘુતમ વેતન ઠરાવવાથી, વાસ્તવમાં કામદારોની ખરીદ શક્તિમાં ઘટાડો થવાની શક્યતા રહે છે. આમાં લેબર કોન્ફરન્સની ભલામણોની સાથે 1992ની સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સનું પણ ઘોર ઉલ્લંઘન થાય છે. વધુમાં, આ જાહેરાત કાનૂની મિનિમમ વેજ એડવાઇઝરી બોર્ડ કે તેના એનએફએલએમડબલ્યુની મંજૂરી વિના કરવામાં આવી હતી. જો કે બિન-વૈધાનિક રીતે ભલામણ કરેલ વેતન લેવલથી નીચે રાજ્ય સરકારો લઘુતમ વેતન નક્કી કરી શકે નહી અને નોન-શિડ્યુલ નોકરીઓ માટે 26 દિવસના મહિના લેખે વર્તમાન એનએફએલએમડબલ્યુ માત્ર મહિને રૂ.4,628 જેટલી રકમ હશે.
મજૂરી અને તેની ફાળવણીનું સામાન્ય લેવલ, જીવનયાપન ખર્ચ, શ્રમ ઉત્પાદકતાનું પ્રમાણ અને આર્થિક વૃદ્ધિ દર વગેરે કામદારોના પરિવારની જરૂરિયાતો સિવાય ન્યૂનતમ વેતન નિર્ધારિત કરવા માટે ચર્ચામાં લઈ શકાય તેવા સૂચકાંક છે. મંત્રી દ્વારા એનએફએલએમડબ્લ્યુ તરીકે દરરોજ રૂ.178ની ઘોષણા પાછળની ગણતરીમાં ગાઇડલાઇન્સ તરીકે આ માનક સૂચકાંકોની વિચારણા કરાવી જોઈતી હતી, જ્યારે અહી તો તે મનસ્વી રીતે નક્કી કરવામાં આવ્યું છે. વધુમાં, સરકાર તેમની પોતાની એક્સપર્ટ કમિટિની રાષ્ટ્રીય લઘુત્તમ વેતન તરીકે રૂ.375 થી રૂ. 447 પ્રતિ દિવસ (રૂ.9,750 થી રૂ.11,622 પ્રતિ મહિને)ની ભલામણ સામે થઈ છે. સમિતિએ લઘુત્તમ કેલરી સેવનના ધોરણને 2,700 થી 2,400 કેલરી સુધી ઘટાડીને અને 2012ની કિંમતોના આધારે જરૂરિયાતોની ગણતરી કરી હતી તેમ છતા પણ. વધુમાં, વર્તમાન એનએફએલએમડબ્લ્યુ 2016માં પાંચમાં પગાર પંચે કરેલી ભલામણના ધોરણના લગભગ એક-ચતુર્થાંશ ભાગનું જ છે.
અંતતોગત્વા, જ્યાં 93% શ્રમ અસંગઠિત ક્ષેત્રમાં જોડાયેલું છે તેવા દેશમાં, વર્તમાન એનએફએલએમડબ્લ્યૂનુ એવું ધોરણ નિર્ધારિત કરવામાં આવ્યુ છે કે જેની અસર નહિવત રહેશે અથવા તો તે નિરર્થક જ રહેશે, કારણ કે તે વેતન દરોમાં સુધારો કરવો અથવા છેવાડાના કામદારોને અને તેમના પરિવારોને રક્ષવા જેવા હકારાત્મક આવકના ઇચ્છિત ઉદ્દેશ્ય પૂર્ણ કરવા માટે સક્ષમ નથી. ખાસ કરીને ઓછા પગારવાળા અસંઠિત ક્ષેત્રોમાં જો તે કામદારોને અયોગ્ય રીતે ઓછા વેતન સામે રક્ષણ આપી શકે નહીં તો પછી, એનએફએલએમડબ્લ્યૂને આટલો નીચો નક્કી કરવા પાછળનો તર્ક કયો છે? એની સામે, 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે પહેલેથી જ હાલના એનએફએલએમડબ્લ્યુ કરતાં ઉંચા લઘુત્તમ વેતન દરો નિર્ધારિત કરેલા છે, આ ઘોષણા તો ઉલટાની રાજ્યો દ્વારા નક્કી કરેલા લઘુત્તમ વેતન દરોને વધારતા અટકાવશે.
નિયો-ઉદારવાદ હેઠળ નાના ઉદ્યોગો પડી ભાંગવાથી અને કૃષિના બેહાલ થવાના કારણે ગ્રામીણથી શહેરી વિસ્તારોમાં રોજગારીની શોધમાં થઈ રહેલા સ્થાળાંતરણના આ દૌરમાં એનએફએલએમડબ્લ્યુની ઘોષણા સંકટને ઘેરૂ બનાવે છે. એનએફએલએમડબ્લ્યુની ઘોષણા એ લઘુત્તમ વેતનના સંસ્થાનો ઉપર થઈ રહેલા આક્રમણની વધુ એક જાહેરાત છે. જેમાં કામદારોને શ્રમ સુધારણાઓના અંતર્ગત લક્ષ્યાંકિત કરવામાં આવ્યા છે. ભૂતકાળમાં સફળ સંઘર્ષો પછી પ્રાપ્ત થયેલા, અને અત્યાર સુધીના સફળ સંઘર્ષો બાદ મેળવેલા કામદારોના રક્ષણ માટેના હાલના અધિકારો અને જોગવાઈઓને ઘટાડીને, કેન્દ્ર સરકારે હવે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગરીબ કેન્દ્રી લઘુત્તમ વેતનની નીતિની તરફદારી કરવી નથી. તમામ રીતે વર્તમાન એનએફએલએમડબલ્યુ માત્ર આવક અસમાનતા વધારશે અને આવક, જીવનયાપનની સ્થિતિ અને સુખાકારીના અંતરને વધારશે.