બજેટમાં વિચાર અને આદર્શ
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
2019ના કેન્દ્રિય બજેટને ઘણા અગ્રણી અર્થશાસ્ત્રીઓ અને ટીકાકારોએ ગંભિર વિશ્લેષણાત્મક તપાસ માંગી લેતું ગણાવ્યું છે. બજેટમાં વ્યવહારિક અભિગમની અવગણના કરવામાં આવી છે તે બહુ સ્પષ્ટ છે. તેમાં સ્પર્ધાત્મક હિતોને સમાવવાની જુની પ્રથાને અનુસરવામાં આવી છે, તેમછતાં પણ તે અનેક વિરોધાભાસથી ઘેરાયેલું છે. જો કે કેન્દ્ર સરકાર એવો પોકળ દાવાઓ કરે છે કે તે કાર્યકારી સ્તરે, ગરીબી નિવારણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, પરંતુ બજેટમાં ફાળવણી પણ કેટલાક સામાજિક જૂથો, જેમ કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિઓ અને મધ્યમ વર્ગોનું તુષ્ટિકરણ કરવામાં આવ્યુ છે. બજેટ એ પણ સ્વીકારે છે કે ગરીબોનો વર્ગ રાજકીય રીતે અસરકારક નથી, અને તેથી તેને મજબુત વિશિષ્ટતામાં વિભાજીત કરવાની જરૂર છે. એક તરફ, બજેટમાં અર્થતંત્રના વિકાસમાં ફાળો આપવા માટે, '2 કરોડ કમાતા લોકો જેવા સુપર-રિચ લોકો પર કરવેરામાં વધારો થયો છે, તેમ છતાં તે સંસાધનોના રોકાણ માટે કોર્પોરેટ સેક્ટરને પટાવવું પડશે.
બજેટમાં વિવિધ દરખાસ્તો અને સ્કીમ્સની જાહેરાતની આ પ્રકારની જાહેરાત એમના માટે ખૂબ જ રસપ્રદ છે જે સંસદમાં અનિશ્ચિત બહુમતી ધરાવતા શાસક પક્ષને અનુલક્ષિત છે. આ પ્રકારના પક્ષોને માથે સામાજિક ખર્ચમાં વધારો કરવા માટે રાજકીય તેમજ સામાજિક માંગને સમાવવાનું દબાણ રહેતું હોવાનું માનવામાં આવે છે. આ અર્થમાં બજેટની ક્વાયત આપોઆપ સામાજિક રીતે પ્રગતિશીલ સ્વરૂપ ધારણ કરી લે છે. પરંતુ, અહી તો સંપૂર્ણ બહુમતી ધરાવતી પાર્ટીઓ ક્રાંતિકારી બજેટમાં પોતે જ સ્પર્ધાત્મક તકોના ક્ષેત્રનું ઉત્પાદન કરવા માટે સંપૂર્ણ જવાબદારી લેવામાં દેખાતું નથી. આ મજબુરીને પાર્ટીની ખાસ કરીને કેટલાક સામાજિક જૂથોના કિસ્સામાં, તેના મતદારોના સપોર્ટને જાળવી રાખવા માટે અત્યારની અસ્વસ્થતાના સંદર્ભમાં સમજી શકાય છે. એ જ રીતે, તેને ખાનગી હિતો/રાજકીય સ્થિરતાના પ્લેયરોને પણ રોકાણ અને મૂડી સંચયને આકર્ષવા માટે ખાતરી કરાવવી જરૂરી છે. આ વ્યાપક તકોના વ્યાપક સ્પર્ધાત્મક ક્ષેત્રોની ઉપલબ્ધતા પર આધારિત ઉદાર આદર્શનો એક વ્યવહારિક વિચાર છે. આવી સ્પર્ધા સમાનતાના સ્તરો પેદા કરે છે પરંતુ સમય જતાં તે બાહ્ય-જૂથ અને આંતર-જૂથ અસમાનતાને વધુ તીવ્ર બનાવે છે, જે આવા ક્ષેત્રોને સ્પર્ધાત્મક બનાવવા અને તેમના સામાજિક આધારને વિસ્તારવા માટે જરૂરી પરિસ્થિતિઓનું સતત નિર્માણ કરે છે. સરકારની ક્રાંતિકારી ઇચ્છા લોકોની વધુ ખરાબ માથી સુધારેલી પરિસ્થિતિઓ તરફ આગળ વધવા માટેની સક્ષમ તકોના વધુ સ્પર્ધાત્મક ક્ષેત્રોના નિર્માણ પર આધારિત છે. ભારતીય અર્થતંત્રમાં આવી જગ્યા બનાવવાની શકયતા નથી અને એ હકીકતથી સ્પષ્ટ થાય છે કે 93% રોજગાર એકલા અસંગઠિત ક્ષેત્રમાં ઉપલબ્ધ છે. ફરી, સરકાર અને બજારની સ્પર્ધાત્મક જગ્યા બનાવવા માટેની અક્ષમતાને લીધે નોકરીદાતાઓએ કેટલાક ક્ષેત્રીય ક્ષેત્રો જેમ કે નાગરિક સેવાઓ, વ્યવસાયિક અભ્યાસક્રમો અને સરકારી ક્ષેત્રો વગેરેમાં રોજગારની તકો ઉપલબ્ધ હોવાનો દાવો કર્યો છે તેના પર ભારે દબાણ લાગવે છે. દેખીતી રીતે જ, આવા ક્ષેત્રોને કબજે કરવાનો વિશેષાધિકાર ફક્ત થોડા જ લોકો જ મેળવી શકે છે. તેથી જ અનામત ક્વોટા માટેની વધતી જતી માંગ, સ્પર્ધાના આદર્શની અવ્યવસ્થિત પ્રકૃતિને વધુ મજબૂત બનાવે છે.
નિઃશંકપણે, બજાર તેના વિવિધ તર્ક દ્વારા લોકોના જીવનમાં વિવિધ સ્તરે અસમાનતા પેદા કરે છે. પરંતુ, મજબૂત સરકાર માટે અસમાન માળખાઓ અને પ્રક્રિયાઓના હાલના તેમના પોતાના માળખાને આધારે તેની પોતાની અસમાનતાને ઘટાડવાનું મુશ્કેલ થઈ રહ્યુ છે. હકીકતમાં, તે એવી અસમાનતાઓને ઘટાડવા માંગે છે જે તેની પોતે નથી સર્જી પરંતુ બજારની કાર્યપદ્ધતિ દ્વારા તેને સોંપવામાં આવી છે. પ્રશ્ન એ છે કે, તે બજારે પેદા કરેલી અસમાનતાઓને કેવી રીતે ઘટાડી શકાય? અલબત્ત એક રસ્તો તો એ છે કે, અનામતના કદને વિસ્તૃત કરીને.
અન્ય પગલાંઓમાં, જેમ કે ખેડૂતો માટે પાકની વીમા યોજનાઓ, જે ખેડૂતોની પાકની નિષ્ફળતાને પહોંચી વળવા માટે ખેડૂતોની જરૂરિયાતમાંથી ઊભી થઈ છે, તેમાંથી ઉદભવેલી સલામતી તરીકે ડિઝાઇન કરવામાં આવી છે, તે આખરે તો ખાનગી વીમા કંપનીઓને લાભ કરાવશે. આવા વીમાએ ખેડૂતોને કોઈ રાહત આપી નથી. સબસિડી અસમાનતા માટે વિકલ્પ નથી; હકીકતમાં, આવા પગલાં લોકોને માત્ર ટૂંકા ગાળા માટે જ તકલીફોનો સામનો કરવા સક્ષમ બનાવવાની કામગીરી કરે છે.
માળખાકીય ખામીઓને દૂર કરવાને બદલે અસરગ્રસ્તોને વળતર આપવું એ હંમેશાં દરેક સરકાર માટે હાથવગો ઉપાય રહ્યો છે જેમાં બજાર દ્વારા બનાવવામાં આવતી મૂળભૂત અસમાનતાઓના પ્રશ્નનો ઉકેલ લાવવાની ફરજ પડે છે. વળતર એ એક એવું ધોરણ બની જાય છે જેના દ્વારા સરકાર પીડિત અથવા વળતર માંગનારના મૂલ્યની આકારણી કરી શકે છે. સરકારે વળતરની માંગ તરફ દોરી જતાં પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને તેને દૂર કરવી જોઈએ. ઉદાહરણ તરીકે, ખેડૂતોની તકલીફની સ્થિતિને દૂર કરવા સરકારે ઘણાં મહત્વના અને ગંભીર પગલાં લેવા પડશે. પહેલા વધારે વળતરની માંગને ઉભ કરનારી પરિસ્થિતિઓને વેગ આપીને વળતરની નીતિ અપનાવવી એ સરકારની નિષ્ફળતાનું તાર્કિક પરિણામ છે.
અન્ય બાબતો ઉપરાંત, બજેટ ઉદારવાદી આદર્શની અનુભૂતિને સ્થગિત કરવાના તેના ઇરાદાને હાંસલ કરવા માટે વળતરના ઉદારવાદી વિચારોનો ઉપયોગ કરીને સ્પર્ધાત્મક તકોને વધુ આકર્ષક અને અનુગામી ક્ષેત્રો બનાવવાની જરૂરી છે.