અટકાવી શકાય તેવું નુકશાન
તાકીદની લાગણીમાં એક્યૂટ ઇન્સેફેલાઇટિસ સિન્ડ્રોમને નાથવાના પગલાં લેવાની જરૂર છે.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
એવું કહેવામાં આવે છે કે જીવનમાં કોઈ બાળ મૃત્યુ જેવી ભયાનક કોઈ દુર્ઘટના નથી, કારણ કે તે પછી સ્થિતિ કદી પૂર્વવત થઈ શકતી નથી. જો આમ હોય તો પછી, છેલ્લા કેટલાક મહિનામાં બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં એક્યૂટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ (એઇએસ) ના કારણે 153 બાળકો (ફાઇસિકલ ફ્યુચર)ના મૃત્યુમાં શું થયુ હશે? અહેવાલો અનુસાર, 1995થી આ બિમારીએ આ જીલ્લાને અસર કરી છે અને 2010 થી 2014ની વચ્ચે અહી આશરે 1,000 બાળકો આ બિમારીથી માર્યા ગયા છે. આ વિગતોના જ્ઞાન સાથે દેશને રોગને દૂર કરવા કે કમસે કમ તેને ઝડપથી આગળ વધતો અટકાવવા માટેના ભારે અને કડક પગલા લેવા જોઈતા હતા. તેના બદલે, ઉપરાછાપરી વર્ષ, મીડિયા અને જાહેર ક્ષેત્રે તે સામાન્ય તરીકે જોવાવા લાગ્યું. ભાવહીન આંખો સાથે તેમના બાળકોના બાળકોના નિર્જીવ શરીરને તેડેલા માબાપની તસ્વીરો પથ્થરદિલને પણ રોવડાવી દે તેવી છે. બીજી તરફ રોગના કારણોના અનુમાન લગાવતા અહેવાલો છે. રાજકીય વર્ગ અને ખાસ કરીને રાજ્ય સ્તરે વિવાદો, સ્વાસ્થ્યની ખુનામરકીને રોકવા માટે સતત અને વ્યૂહાત્મક પગલાંના કોઈ સંકેત આપતા નથી.
જોકે, વધુ આશ્ચર્યજનક એ લાગે છે કે જે છેલ્લા વર્ષોમાં જીલ્લાની મુલાકાતે આવેલા ડોક્ટરો અને તબીબી સંશોધકોએ વારંવાર નોંધ્યું છે કે બાળકોના મૃત્યુને અટકાવવાનું મુશ્કેલ નથી. બાળકો દ્વારા લીચીના સેવનને મૃત્યુ માટે જવાબદાર ઠેરવવામાં આવે છે, પરંતુ એવું દર્શાવવામાં આવ્યું છે કે આ માત્ર એવા બાળકોના કિસ્સામાં ખરૂ છે જે ગંભીર કુપોષણનો ભોગ બન્યા છે. કુપોષણનો ભોગ ન બનેલા બાળકો દ્વારા આ ફળના સેવનથી સ્વાસ્થ્ય સમસ્યા થતી નથી. એવું પણ જાણવા મળ્યું છે કે લક્ષણોની શરૂઆતના ચાર કલાકમાં ગ્લુકોઝનું નિયમન જીવન બચાવવા માટે એક નિર્ણાયક પરિબળ છે. જો કે, આ કુપોષણ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પી.એચ.સી.)માં ગ્લુકોઝ અને પ્રશિક્ષિત ડોકટરોની ઉપલબ્ધતા બંને પર રાજ્ય સરકારે વર્ષોથી ભાગ્યે જ તાકીદની કોઈ લાગણી બતાવી છે. જિલ્લામાં શ્રી કૃષ્ણ મેડિકલ કૉલેજ અને હોસ્પીટલમાં વાઇરોજોલી લેબ નથી કે પીડિયાટ્રિક પથારી પર્યાપ્ત સંખ્યામાં નથી આ હકીકતથી વધુ તો શું જોઈએ. આવા સંજોગોમાં, પીએચસીની સ્થિતિની – ફર્સ્ટ પોર્ટ ઓફ કૉલ તરીકે કલ્પના કરી શકાય છે.
વિવિધ રાજ્યોમાં આવી અને આના જેવી કરૂણાંતિકાઓ શા માટે સર્જાય છે તેના ઘણા બધા પાસાં છે - ઉત્તર પ્રદેશના ગોરખપુર જીલ્લામાં 70 થી વધુ બાળકોનાં મૃત્યુનું ઉદાહરણ તાત્કાલિક ધ્યાનમાં આવે છે. તે કિસ્સામાં, એક તરફ રાજ્ય સરકારે જણાવ્યું હતું કે મૃત્યુ ચેપને લીધે થયું છે, ત્યારે અહેવાલો આવ્યા કે સપ્લાયરોને બિલ નહી ચૂકવવામાં આવતા ઓક્સિજન સિલિન્ડરોની અછતને લીધે બાળકોના દમ ઘુંટાઈ ગયા. વળી, રાજ્યમાં જાપાનની ઍન્સેફેલાઇટિસના સૌથી વધુ કેસ ગોરખપુર જિલ્લામાં નોંધાયા છે.
હોસ્પિટલોમાં દાખલ થયા પછી પણ મોટી સંખ્યામાં બાળકો મૃત્યુ પામે છે તેમાં સામાન્ય કારણો છે: દર્દીઓની પોષક સ્થિતિ, તેમના પરિવારોની ગરીબી અને આ હોસ્પિટલોમાં ઉપલબ્ધ સવલતોનું કંગાળ સ્તર. જીવન રક્ષક દવાઓ, તબીબી મશીનરી, અને ડોકટરો અને નર્સો સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સજ્જ કરવાની તાત્કાલિક જરૂરિયાત વિશે હેલ્થ એક્ટિવિસ્ટો બુમો પાડીને કહી રહ્યા હતા. આ સ્થિતિનું નિર્માણ કરવા માટે તબીબી સ્ટાફ માટે મૂળભૂત અનુકૂળ જીવનશૈલી સહિત સહાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી છે. આ પરિસ્થિતિઓને સુનિશ્ચિત કરવા સંબંધિત સરકારો દ્વારા સગવડતાઓ ઉભી થવી જોઈએ. વરસોવરસ, જાહેર આરોગ્ય તંત્રની ભંડોળના અભાવ અને ખાનગી હોસ્પિટલોના ફાટી નિકળેલા રાફડાને લીધે અવદશા બેઠી છે અને આરોગ્ય તંત્ર મરવા પડ્યુ છે. ઉપરાંત, વધુ અગત્યનું, તો એ છે કે ગરીબ કુટુંબોના કુપોષણને પહોંચી વળવા માટે વિશિષ્ટ અને વિશિષ્ટ વ્યૂહરચનાઓ અપનાવવામાં આવે તે જરૂરી છે. બિહાર સરકારે રાજ્યમાં અને જિલ્લામાં વંચિત અને ઓછા વજનવાળા પાંચ વર્ષથી નાના બાળકોની ભારે સંખ્યાના ઉકેલ માટે વ્યૂહરચના ઘડવી રહી.
મુઝફ્ફરપુર હોસ્પિટલમાં કેન્દ્રીય અને રાજ્યના મંત્રીઓ અને રાજકારણીઓની મુલાકાતો અંગેના સમાચાર અહેવાલોમાં વાત બહાર આવી હતી કે દર્દીઓના પરિવારો ભારે ગુસ્સે ભરાયા હતા અને તેમાંના ઘણાએ માંગ કરી હતી કે આ નેતાઓએ પાછા જતું રહેવું જોઈએ. પરિવારોને ખાતરી આપવામાં આવી હતી કે બાળકોની પથારીની સંખ્યામાં વધારો થશે અને એક વાઇરોલોજી લેબોરેટરી આપવામાં આવશે. અલબત્ત, મુખ્ય મુદ્દો એ છે કે આ બધા વર્ષો કેમ કશું કરવામાં આવ્યું નથી. દર્દીના પરિવારોના સત્તાવાળાઓ સામેના ગુસ્સાનું કારણ તંત્રની બેદરકારી છે અને મુઝફ્ફરપુર તો તેનું એક ઉદાહરણ છે.
ગરીબોના ગુસ્સા અને અવગણના આરોગ્યની સેવાઓની વાત આવે ત્યારે બહુ સ્પષ્ટ જણાય છે. ઘણીવાર ગુસ્સો ડોક્ટરો પર પણ વળી જાય છે કારણ કે તેમને અન્યાયી સિસ્ટમનો ભાગ માનવામાં આવે છે. જાહેર ક્ષેત્ર અને ખાસ કરીને તેના મુખ્ય ભાગરૂપ મીડિયાએ આ અન્યાય અને ગુસ્સાને બતાવવા જોઈએ; માત્ર ડોક્ટરો સામેની હિંસા અથવા મુલાકાતે આવેલા રાજકીય નેતાઓ સામેના દેખાવોને બતાવવા કરતા. અટકાવી શકાય તેવું એક બાળકનું મૃત્યુ થાય તે પણ આપણા માટે ભારે શરમજનક હોવું જોઈએ અને કે આપણે તેની કાર્યવાહી કરવી જોઈએ.