'હળવા' ફૂગાવાનો પરપોટો
ફૂગાવાના નિયમનમાં કાયદાકીય આદેશ નહીં, પરંતુ સર્વગ્રાહી વિકાસનું લક્ષ્ય હોવું જોઈએ.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
2019ની લોકસભા ચૂંટણીઓ સંભવતઃ ભારતમાં એકમાત્ર એવી ચૂંટણી હતી જેમાં ચૂંટણી એજન્ડામાં "ફૂગાવા"ને સ્થાન નહોતું. અને એ યોગ્ય જ હતું. કેમકે આ દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં ફૂગાવાના દર અંકુશમાં હતો. 2014 થી એપ્રિલ 2018 સુધીમાં, વાર્ષિક ધોરણે વાર્ષિક ધોરણે ફૂગાવાનો દર કે જેને ગ્રાહક ભાવ સૂચકાંક (સીપીઆઇ) ના બદલાવના દર તરીકે અંદાજવામાં આવ્યો છે તે સતત ઘટતો 6.65 %થી 2.42% નીચે આવી ગયો છે. પરંતુ આ અંદાજોના સંખ્યાકીય મૂલ્યને કાયદેસરતા આપવામાં આવી છે તે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ) ના લક્ષ્યાંક માળખા દ્વારા પૂરા પાડવામાં આવેલા ફૂગાવાની 2% -6% ની "અનુમતિપાત્ર" રેન્જનો વિચાર છે.
ફૂગાવા અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનાં સંબંધ પરના મેક્રોઇકોનોમિક્સ (પોલીસી) વાર્તાલાપમાં ફૂગાવામાં "થ્રેશોલ્ડ લેવલ"નું મહત્વ સમાયેલું છે. જોકે સર્વસંમત મત એવો છે કે થ્રેશોલ્ડ લેવલથી ઉપરનો ફૂગાવો આર્થિક વૃદ્ધિને નુકસાન પહોંચાડે છે, વૃદ્ધિ પર નીચા ફૂગાવા દરની અસરના પ્રયોગમૂલક પુરાવાઓ મિક્સ છે તો પણ તેમાં હકારાત્મક અથવા નોંધપાત્ર પરિણામોના ઉદાહરણો પ્રમુખ છે. આરબીઆઇની ફરજિયાત ફૂગાવાની રેન્જ સાથે આવા પુરાવા આપતા, સીપીઆઈ આધારિત ભારતમાં ફૂગાવામાં વર્તમાન વધારો, જે એપ્રિલ 2019માં 2.92% ની ઊંચી સપાટીએ છે, તો પણ આરબીઆઇની નીતિમાં તે હજુ પણ "હળવો" ગણાય છે. એટલો બધો કે આરબીઆઈ ત્રણ મહિનાની અંદર પોલીસી દર 6% થી 5.75% સુધી નીચે ઘટાડી શકે છે. ખાનગી રોકાણ અને વપરાશ ખર્ચને ઉત્તેજન આપવાનો હેતુ એ છે કે કુલ ઘરેલું ઉત્પાદન (જીડીપી)ની વૃદ્ધિ તેની વર્તમાન 5.8% ની નીચી સપાટીથી 2019-20માં 7%ના લક્ષ્યાંક સુધી પહોંચાડવામાં આવી શકે છે, તેમ છતાં પણ આર્થિક વૃદ્ધિની સ્થિતિના આકસ્મિક વ્યૂહના આવા પરિણામો સામાજિક-આર્થિક લક્ષ્યો પર વ્યાપક અસર છોડે છે.
લગભગ પાંચ દાયકાથી આર્થિક સાહિત્યમાં નોંધવામાં આવ્યું છે કે જીડીપીના વિકાસને આર્થિક ઉપલબ્ધિના એકલ-માપ તરીકે વ્યક્તિની પોતાની ઉપયોગીતાની મહત્તમતા દ્વારા માપવામાં આવે છે અને માનવ વર્તન અને પ્રેરણાના કેટલાક મહત્વપૂર્ણ ક્ષેત્રો જેમકે સહાનુભૂતિ, સામાજિકતા, સામાજિક પ્રતિબદ્ધતા અને સામૂહિક ક્રિયાઓને નજરઅંદાજ કરવામાં આવે છે. એ પણ અશક્ય નથી કે ફૂગાવાને ટાર્ગેટ કરવાનું જીડીપી-ઉત્તેજક વ્યૂહરચનાની જેમ સમાન ધારણા પર કરવામાં આવે. દાખલા તરીકે, યાદ કરો કે જ્યારે કન્ઝ્યુમર (ખાદ્યપદાર્થો)ના ભાવ આસમાને ગયા હતા ત્યારે તેને આધાર બનાવીને ભારતીય જનતા પાર્ટી (બીજેપી) 2014ની લોકસભાની ચૂંટણીઓ લડી હતી, ત્યારે ભાજપે ભાજપમાં ગ્રાહક બજાર પર પ્રભુત્વ ધરાવતા મધ્યમ વર્ગના મત મેળવીને ચૂંટણીમાં સપાટો બોલાવ્યો હતો. પરિણામે, ભાજપની નેતૃત્વવાળી સરકારના ફૂગાવા મેનેજમેન્ટમાં કૃષિ ક્ષેત્રના પુરાવા તરીકે, ઉત્પાદક ભાવો ઘટવાની સંભાવના હોવા છતાં, ઉપભોક્તા ગ્રાહક ભાવો તરફ પક્ષપાતી વલણ બતાવ્યું છે. બીજી બાજુ, મધ્યમ વર્ગએ તેમના ખેડૂતોના જીવન અને આજીવિકાને લગતા આવા મુદ્દાઓને આગળ ધરીને કોઈ જાત બિરાદરી બતાવી નથી.
આવા સંદર્ભમાં ફૂગાવામાં "હળવા"ની વિભાવના, તેના બહુવિધ પગલાં (જેમ કે સીપીઆઇ, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ [ડબ્લ્યૂપીઆઇ], અથવા જીડીપી ડીફ્લેટર) સાથે ફૂગાવા અને વિવિધ સર્વિસના સંબંધિત પ્રાઇસ બિહેવિયર અને કોમોડિટીનું અર્થતંત્રમાં વિવિધ પ્લેયર માટે જુદુ જુદું મહત્વ છે. અને આ રીતે, ફૂગાવાના દર લક્ષ્યીકરણ ફીઝ માટેના કાયદાકીય આદેશ અલગતાના રાજકારણ સાથે સારી રીતે ફીટ બેસે છે, જે બદલામાં મતદારની કુશળતાને, ખાસ કરીને અભિપ્રાય મોબીલાઈઝરને અંકે કરે છે, તેમના મતદાર પક્ષકારો સાથે તેમને ''લાભાર્થી''નું પદ આપીને.
કલ્પનાત્મક રીતે, ડબલ્યુપીઆઇ કરતાં નાણાંકીય નીતિના નિર્ણયોને માર્ગદર્શિત કરવા માટે સીપીઆઈ ફૂગાવાનો સારો સંકેત આપે છે, કારણ કે તે રિટેલ ફૂગાવાને પકડે છે. પરંતુ તકનીકી રીતે, આરબીઆઈની ફૂગાવાને લક્ષ્યાંકિત કરવા માટેના સાધનની સીપીઆઇ પર ઓછી અસર પડે છે, જેમાં ખોરાક અને પીણાનું સંયુક્ત વજન આશરે 46% આંકવામાં આવે છે. ભારતમાં ખાદ્યપદાર્થોના ભાવમાં ઇન્ફ્લેશન/ડીફ્લેશન સપ્લાય-સાઇડ ઇશ્યૂ દ્વારા સંચાલિત થાય છે જેમ કે વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો અને/અથવા સ્થાનિક પાક ઉત્પાદનમાં પરિવર્તનક્ષમતા વગેરે પર આરબીઆઈ નજીવુ નિયંત્રણ છે. આ આર્થિક પરિબળો પર સવાર થઈને વર્તમાન સરકારે રાજકીય હસ્તક્ષેપો કર્યા હતા, કાં તો નિકાસ મેનેજમેન્ટ હોય કે જેમાં નિકાસ પર નિયંત્રણ અને ખેતરના માલ અને ડ્યુટી-ફ્રી આયાત પર સ્ટોકહોલ્ડિંગ પ્રતિબંધો સાદવામાં આવ્યા અથવા નોટબંધી અને જીએસટી જેવી નીતિઓ કે જેમાં તરલતા અને ખરીદદારના આત્મવિશ્વાસને ખતમ કરવામાં આવ્યો.
ગ્રાહક ભાવોની સૌમ્યતા એ એક તકની વિષયવસ્તુ છે, આરબીઆઈના કાયદેસરના આદેશમાં પણ ફૂગાવા દર લાગે છે તેટલો ગ્રાહકો માટે તે નિર્દોષ ન પણ હોય. સૌ પ્રથમ, તે ડબ્લ્યુપીઆઈના માપદંડો દ્વારા માપવામાં આવેલા ફૂડ ઇન્ફ્લેશન દ્વારા સંચાલિત હોવાના કારણે, તે 7.4 ટકા સાથે 33 મહિનાની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યો છે, મુખ્યત્વે ચાવીરૂપ ચીજવસ્તુઓના ભાવોમાં ક્રમિક વધારાને કારણે. વરસોવરસ કઠોળ ઇન્ફ્લેશન 14%ની આસપાસ હોય છે, જ્યારે અનાજના ઇન્ફ્લેશનનું પ્રમાણ 8.5% હોય છે. બીજું, હવામાન વિભાગ સારા દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને લઈને બહુ આશાવાદી નથી, જે ઓછા ઉત્પાદન અને વધુ ભાવમાં વધારાના જોખમને વધારે છે. અને ત્રીજું, ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાને લીધે ઓઈલના ભાવ હાલના 60 ડોલર પ્રતિ બેરલ કરતા વધી શકે છે, જેનાથી ખાદ્ય ભાવો ઉપર દબાણ આવે છે.
વૈકલ્પિક રીતે, આવા ભાવના વધારાથી ખેડૂતોની ફાયદો મેળવવાની ક્ષમતા ખોરાકની અર્થવ્યવસ્થાના સંચાલનમાં રાજ્યની ચતુરાઈ પર આધાર રાખશે. શું વર્તમાન ભાજપની આગેવાનીવાળી સરકાર સર્વસમાવેશક વિકાસના તેના ઠાલા વચનોથી આગળ વધીને અમલમાં વિકાસ વ્યવસ્થાપન માટેનો એક સર્વગ્રાહી અભિગમ અપનાવશે? અથવા તે જીડીપી ફિટનેસિઝમનો પીછો કરવા માટે ફૂગાવાના લક્ષ્યોનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે?