ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ટ્રાન્સજેન્ડર બિલ નિષ્ફળ જાય છે ત્યારે...

ટ્રાન્સજેન્ડર સમુદાયના અધિકારોનું રક્ષણ કરવા માટે હકારાત્મક પગલાંની તાકીદે આવશ્યકતા છે

 

તાજેતરમાં, રાષ્ટ્રીય માનવ અધિકાર કમિશને ભારતમાં ટ્રાન્સજેન્ડર સમુદાયનું પ્રથમ રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણ હાથ ધર્યું હતું અને તેમાં જાણવા મળ્યું છે કે સમુદાયના 92% લોકો આર્થિક બહિષ્કારને આધિન છે. કેવી વાહિયાત વાત છે કે આપણે પોતે "આધુનિક" દુનિયામાં વસતા હોવાનું વિચારીએ છીએ અને હજુ સુધી એવા લોકોનો નોંધપાત્ર સમુદાય છે જેનો માળખાકીય રીતે વિચ્છેદ કરાયો છે અને તેમના આજીવિકા માટેના મૂળભૂત અધિકારોને નકાર્યા છે. મોટેભાગે, સામાજિક રીતે કપાયેલા તેઓ પેટિયું રળવા બે માર્ગ અપનાવે છે, કાં તો તેમને ભીખ માગવાની અથવા દેહવ્યાપાર કરવાની ફરજ પાડવામાં આવે છે. ટ્રાંઝેન્ડર સમુદાયની પ્રાથમિક કટોકટી તેમના લૈંગિક નાગરિકત્વનો અસ્વીકાર છે. એનએચઆરસીના આંકડા અનુસાર, ભારતમાં 99% ટ્રાન્સજેન્ડર સમુદાયને સામાજિક અસ્વીકૃતિનો સામનો કરવો પડે છે. ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ જાહેર સ્થળોમાં વસતા નથી અને તેમને તેમના સાથી નાગરિકો તરફથી વિજાતિય લોકોને મળે તેવો આદર મળતો નથી. કારણ કે તેમની સદેહ હાજરીને જ કલંકિત ગણવામાં આવે છે. ટ્રાંઝેન્જર સમુદાય તરછોડાયેલા સમુદાયોમાં ઘણી મોટી હિસ્સેદારી ધરાવે છે અને આ કારણ તેમને જાતીય હિંસા અને તબીબી અવગણના પ્રત્યે ઉપેક્ષિત બનાવે છે. મોટે ભાગે, તેઓ તેમના પરિવારોથી અલગ રહે છે, જે તેમને સામાજિક કાયદેસરતાના સૌથી પ્રાથમિક સ્વરૂપથી દૂર કરે છે. એનએચઆરસી દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ અનુસાર ભારતમાં ફક્ત 2% ટ્રાન્સજેન્ડર જ તેમના પરિવારો સાથે રહે છે.

ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ) બિલ, 2014 એ આ સ્થિતિને સુધારવા અને ટ્રાંઝેન્ડર સમુદાયને તકો સાથે પૂરી પાડવાનો એક પ્રયાસ છે. આ બિલને લઈને ઓગસ્ટથી સંસદમાં ચર્ચા કરવામાં આવી રહી છે અને તે કેટલાક સુધારાઓ માટે ગયું છે. જો કે, 2017માં બિલમાં તેની જોગવાઈઓની સમીક્ષા કરવા માટે સ્થાયી સમિતિ દ્વારા કરવામાં આવેલી બે નિર્ણાયક ભલામણોને આજની તારીખે બિલમાં સમાવવાની અવગણના કરવામાં આવી છે. પ્રથમ ભલામણમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં અને નોકરીઓમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે આરક્ષણ માટેનો કેસ હતો. આ પ્રકારની મક્કમ કાર્યવાહીથી ટ્રાન્સજેન્ડરની આર્થિક બાકાતની સમસ્યાને સંબોધી શકાય તેમ છે.

બીજી ભલામણમાં, વયસ્ક ટ્રાન્સજેન્ડરના લગ્ન અને પાર્ટનરશિપના અધિકારોની કાયદેસર માન્યતા માટે દલીલ કરવામાં આવી હતી. દેશમાં પુરૂષ અને સ્ત્રી એમ માત્ર બે જાતિની ઓળખમાં આ બાબત લાગુ પાડવી મુશ્કેલ છે. ભારતીયો તેમની સામાજિક-સાંસ્કૃતિક વાસ્તવિકતાને દર્શાવવા માટેના આધાર તરીકે દ્વિ લિંગ સાથે જોડાયેલા છે. ટ્રાન્સજેન્ડર સમુદાયને બહિષ્કાર કરવાની રાજનીતિ એ દ્વિ-જાતિના વર્ચસ્વમાં સમાયેલી છે. વાસ્તવમાં, ટ્રાંઝેન્ડર સમુદાયની પ્રાથમિક સમસ્યાઓ પૈકીની એક બિલના પ્રથમ ડ્રાફ્ટ્સ સાથે હતી અને તે એ કે ટ્રાન્સજેન્ડર વ્યક્તિની ઓળખ કેવી રીતે કરવી. જેમ કે ન તો તે પુરૂષ છે કે ન સ્ત્રી. આ પ્રકારની વ્યાખ્યા અપમાનજનક હોવાની સાથે દ્વિ-લિંગની બહાર વિચારવાની અક્ષમતા ટ્રાન્સજેન્ડર વ્યક્તિને નકારાત્મક દ્રષ્ટિએ જુએ છે. ટ્રાન્સજેન્ડર એટલે કે એવી વ્યક્તિ જે કોઈ સ્થાપિત અને સ્વીકૃત જાતિ નથી. સદભાગ્યે, બિલનો તાજેતરનો ડ્રાફ્ટ તેમાં સંતોષકારક સુધારો કરે છે અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિને "એક એવી વ્યક્તિ જેનું લિંગ જન્મ સમયે તે વ્યક્તિને આપેલા લિંગ સાથે મેળ ખાતું નથી." તરીકે વ્યાખ્યાયિત કરે છે.

પહેલાથી ઘણા કાયદા છે કે જે ટ્રાન્જેન્ડર વ્યક્તિઓને સતાવવા માટે ઉપયોગમાં લેવાય છે. ભિક્ષા- વિરોધી કાયદો આવો જ એક કાયદો છે. ટ્રાન્ઝેન્ડર વ્યક્તિઓ માટે નાણાકીય સલામતી સુનિશ્ચિત કરવા માટે અનામત લાગુ કરવાનો એક રસ્તો હોઈ શકે છે. ભારતીય દંડ સંહિતાની કલમ 377, જે "અકુદરતી સેક્સ કૃત્યો" પર પ્રતિબંધ મૂકે છે, તેનો ઉપયોગ વારંવાર ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને નિશાન બનાવવા માટે કરવામાં આવે છે. જ્યાં સુધી કલમ 377 ફોજદારી ગુનો રહેશે ત્યાં સુધી ટ્રાન્સઝેન્ડર સમુદાયની ધરપકડ થતી રહેશે. આમ, જે તેમના જાતીય અધિકારો અને ઓળખને રક્ષણ આપે તેવી ચોક્કસ કાનૂની જોગવાઈની તેમને જરૂર છે. આ સંદર્ભે, એ મહત્વનું છે કે પાર્ટનરશીપ અને લગ્નની કાનૂની માન્યતાની બીજી ભલામણ બિલમાં સમાવવી જરૂરી છે. બિલ પણ ટ્રાન્સઝેન્ડર વ્યક્તિ સાથેના ભેદભાવની ચોક્કસ સ્થિતિને વ્યાખ્યાયિત કરવામાં નિષ્ફળ જાય છે. તેથી, બિલને પ્રગતિશીલ ભલે ગણવામાં આવે, તે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે લૈંગિક નાગરિકતા પ્રદાન કરવા માટેની કેન્દ્રીય સમસ્યાને સંબોધતું નથી.

એવું સૂચવવામાં આવ્યું છે કે ભારતના ટ્રાન્સજેન્ડર સમુદાયના અધિકારોનું રક્ષણ કરવા માટે બનાવેલા કેન્દ્રીય કાયદાએ તમિળનાડુના ઉદાહરણને અનુસરવું જોઇએ. 2004માં, તમિલનાડુએ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે વિશેષ વેલ્ફેર બોર્ડની સ્થાપના કરી હતી. રાજ્યએ સસ્તા આવાસ અને વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો જેવા મૂળભૂત સુધારાઓની પહેલ કરી હતી. ઉપરાંત, ચોક્કસ સરકારી હૉસ્પિટલ્સમાં ફ્રી સેક્સ રીએલાઇનમેંટ સર્જરી ઓફર કરવામાં આવી હતી. ઓગસ્ટ 2018માં, કેરળ આવું બીજું ભારતીય રાજ્ય બન્યું, જેમાં સેક્સ રીએલાઇનમેંટ સર્જરી માટે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે બે લાખ રુપિયાની ઓફર કરવામાં આવી. પર્યાપ્ત હેલ્થકેર માટે અને શંકાસ્પદ તબીબી વ્યાવસાયિકોના હાથે તેનો શોષણ અને દુરુપયોગ અટકાવવા માટે આ પ્રકારના ટેકાની ભારતના ટ્રાન્સજેન્ડર સમુદાયને તાત્કાલિક આવશ્યકતા છે.

એકંદરે, બિલમાં એવી જોગવાઈ કરવી જોઈએ કે તે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને રોજિંદા જાહેર જીવનના તાણાવાણામાં એકીકૃત કરી શકે. કાયદેસર પ્રયાસો થકી જાહેર જગ્યાઓ, કાર્યસ્થળો, અને સામાન્ય સ્થાનિક જગ્યાઓમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓની હાજરીને સામાન્ય બનાવવાની પ્રક્રિયાને ટેકો આપવો જોઈએ.

Back to Top