ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ભારતના રોજગાર ડિમાર્ચેનું ડિકન્સ્ટ્રક્ટિંગ

મજૂર અંગેની માહિતી આર્થિક પસંદગીની ઓછી અને રાજકીય દાવપેચની બાબત વધુ છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

24 લાખ સરકારી જગ્યાઓ ભરાયા વગરની છે એવા તાજેતરના મીડિયા અહેવાલને પગલે રોજગાર નિર્માણના એનડીએ સરકારના દાવા અંગે તર્ક વિતર્કો તેજ થયા છે. દેશમાં ફોર્મલ સેક્ટરના રોજગારીમાં સરકારી ક્ષેત્રનું મુખ્ય યોગદાન હોવાથી આ ખાલી જગ્યાઓનો બેકલોગ સરકાર દ્વારા રોજગાર સર્જનનું પ્રમાણ દર્શાવે છે. છેલ્લા એક દાયકામાં રોજગારીનું સંગઠિત ક્ષેત્ર આધારિત અનૌપચારિકરણ ભારતમાં વિકાસના રખેવાળોની ચિંતાનો મુદ્દો છે. ત્યારે સરકારના પોતાના બેકયાર્ડમાં ખાલી કાયમી હોદ્દાની આ આંતરિક વાત મજૂરના આવા "અનૌપચારિકીકરણ" માટે સહાયરૂપ એવી નીતિની આડકતરી સૂચક છે.

વાસ્તવમાં, સરકાર એવું માનતી નથી કે ભારતના મજૂરના અનૌપચારિકરણનું આ સમકાલીન વલણ નીતિ-પ્રેરિત છે. એક તરફ, પરંપરાગત ઉપયોગમાં લેવાયેલી નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (એનએસએસઓ)ના રોજગાર-બેરોજગારીના અંદાજને આધારે અને અસંગત ગુણવત્તાના કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના ડેટાબેઝ સાથે સરકાર પડદા પાછળ કેટલાક પ્રતિકૂળ પુરાવાઓનું વિસર્જન કરવાનો પ્રયાસ કરી રહી છે. બીજી બાજુ, વડા પ્રધાનની તાજેતરની ટિપ્પણી, "યુવાઓ પકોડા વેચીને ... રોજના 200 રૂપિયાની કમાણી કરી રહ્યા છે તે એક પ્રકારે રોજગાર સર્જન જ છે", આ ટિપ્પણી દર્શાવે છે કે નોકરી શોધનારાઓની "પસંદગી" તરીકેની અનૌપચારિકતાની કલ્પનાને એકબીજાના રૂપમાં બતાવવા માટે રાજકીય અતિશયોક્તિ ઇરાદાપૂર્વક "અનૌપચારિક", "સ્વ" રોજગાર અને "ઉદ્યોગસાહસિક" શબ્દોનો ઉપયોગ કરે છે. જેમાં તેઓ સામાજીક સુરક્ષા જેવી નાની બાબતો અને મજૂરની ઓછી સંખ્યાની અભિવ્યક્તિ સાથે આર્થિક પ્રવૃત્તિઓથી સંભવિતપણે ઉચ્ચ વળતર માટે ફાયદાકારક ગણાવે છે. નિર્વાહ, છુટક મજુરી, નીચી આવક અને નીચી ઉત્પાદકતામાં સ્વ-રોજગારના અનુમાન દ્વારા ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રમાં પેદા થતી આજીવિકા, અનૌપચારિક રોજગાર કોઈ પણ આન્ત્રપિન્યોરશિપ કરતા દૂર છે. શિક્ષણ અને સ્કિલના નીચા ધોરણને અસંગઠિત ક્ષેત્ર અનૌપચારિકરણ, સંગઠિત ક્ષેત્રે વધુ પડતા સંતોષકારક અથવા કેઝ્યુઅલ રોજગારથી દુર હોવાના કારણરૂપ ગણાવાય છે. તેને શિક્ષણ અને કૌશલ્યના ઉચ્ચતમ સ્તર સાથે ગૂંચવવામાં આવે છે. અને તેથી આવું અનૌપચારિકરણ શિક્ષણ જેવા વિશિષ્ટ ક્ષેત્રોમાં થાય છે.

લેટિન અમેરિકા અને કેરેબિયનના વિકાસશીલ દેશોના પુરાવા દર્શાવે છે કે અત્યંત કુશળ કામદારો ભાગ્યે જ શિક્ષણ માટે પ્રીમિયમ હોય એવા અનૌપચારિક રોજગારને પસંદ કરી શકે છે. પછી ભલેને તેને લઈને ભારતમાં શંકા સેવાતી હોય. 2017 માં સેન્ટર ફોર ધ ડેવલપિંગ સોસાયટીઝ દ્વારા હાથ ધરવામાં આવેલા વલણ, અસ્વસ્થતા અને આકાંક્ષાઓ અંગેના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કમાણીની જગ્યાએ સ્થિરતા એ ભારતમાં નોકરીની પસંદગીના નિર્ણાયક પરિબળ પૈકીનું એક પરિબળ છે. ટુંકમાં, 35 ટકા કરતા વધુ યુવાનોએ સરકારી નોકરીઓ માટે પસંદગી દર્શાવી હતી અને છેલ્લા એક દાયકામાં આ વલણ ભાગ્યે જ બદલાયું છે.

પરંપરાગત દ્રષ્ટિએ જોવામાં આવે છે કે સરકાર દેશમાં સૌથી વધુ સુરક્ષિત નોકરીદાતા છે એટલે સરકારી ક્ષેત્રે જવાનું દબાણ સતત ઊંચું રહ્યું છે. તાજેતરના એ કેસમાં વિચાર કરો કે જ્યાં 12.4 લાખ ઉમેદવારોએ ભારતીય રેલવેમાં 90,000 ખાલી જગ્યાઓ માટે હાજરી આપી હતી. પરંતુ આ શિક્ષણના વળતરને આધારે આર્થિક સિદ્ધાંતોને અનુકુળ હોય એવું લાગતું નથી. એવી રીતે તો બરતરફ કરી શકાય નહી કે આ મહાત્વાકાંક્ષા વ્યક્તિગત વળતર-ઇચ્છુકની ખોટી ફાળવણીનું કુચક્ર છે જે ભારતના સરકારી ક્ષેત્રની રોજગારની ઐતિહાસિક લાક્ષણિકતા દર્શાવે છે. વળી એ જ સમયે, તે સરકારી નોકરીના બજારમાં પ્રતિબંધિત માર્ગે પ્રવેશવાની કિંમત પણ નક્કી કરે છે. જે નોકરીવાંછુંઓ, આવી સિસ્ટમને ભેદવામાં અસમર્થ રહે છે તેઓ અનૌપચારિક વ્યવસ્થાઓ તરફ ફરી ઢળવા કરે છે. આવી ગતિને "સ્વૈચ્છિક" કહેવી તે ભૂલ છે. સાથે સાથે લોકને ખુશ કરતી નીતિઓ, જેમ કે આગામી પગારપંચના અમલથી પગારમાં વધારો કરવો, સરકાર માટે ભરતી કરવી ખર્ચાળ વ્યવસ્થા છે, ખાસ કરીને રાજ્ય સરકારો માટે. કેમકે તેમના મર્યાદિત સ્રોતોને કારણે તેમને કેન્દ્ર સરકારના પગાર-પેકેજની સાથે મેળ ખાવામાં તકલીફ પડે છે. કાયમી પદો ખાલી રહે છે. કોન્ટ્રાકટ અથવા કેઝયુઅલ રિક્રૂટમેન્ટની સંખ્યા વધારીને સરકાર "લોકકલ્યાણ"ની ઇમેજને બચાવી શકે છે.

રોજગારનું ઇન્ફોર્મેલાઇઝેશન એ નિયો-ઉદારવાદનું સહજ પરિણામ છે અને તેમાં ભારત કોઈ અપવાદ નથી. ઇન્ફોર્મેલાઇઝેશનને ચલાવવાની રોજગાર નીતિઓ કોઈ પણ ચોક્કસ સરકારને આભારી ન હોઈ શકે. તે નિયો-ઉદાર રાજ્યોની નીતિને સામાન્ય રીતે રજૂ કરે છે. એક બાજુ, તે ખાનગી ક્ષેત્રની આગેવાનીમાં વિકાસની યોજનાની તરફેણ કરે છે. ઉદ્યોગોના પરિપ્રેક્ષ્યમાં, અનૌપચારિક રોજગારથી ખર્ચ ઘટી શકે છે અને તે પરિબળ કદાચ વધું ઉત્પાદકતા કરતાં વધુ મહત્ત્વનું છે. સ્પર્ધામાં ટકી રહેવા માટે. વળી તે, નિયો-ઉદારવાદીઓના ચુસ્તતાના સિદ્ધાંત સાથે સારી રીતે મેળ ખાય છે. આ સંદર્ભમાં, વધુ ચિંતાજનક એ છે કે સરકાર જવાબદારીઓથી હાથ ઉંચા કરવા માટે આ માળખાકીય ફેરફારો ઉપર આંધળો વિશ્વાસ મુકી દે છે. જે સંસ્થાઓ આ ફેરફારને સ્વીકાતી નથી અને તેની સાથે તાલ મિલાવતી નથી તે નિયો-ઉદારવાદ સાથે અનિવાર્ય એવા સામાજિક ધ્રુવીકરણની આક્રમણને ખાળવામાં નિષ્ફળ જશે.

Updated On : 10th Oct, 2018
Back to Top