ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ઇમરાન ખાન અને તેનું નયા પાકિસ્તાન

મોટો આધાર આર્મી અને એશ્ટાબ્લિશ્મેન્ટ કેટલી સ્વાયત્તતા આપે તેના પર છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

એસ અકબર ઝૈદી લખે છેઃ

સરળ અને સ્પષ્ટ રીતે બે સમાંતર રેખાઓ પાકિસ્તાનના નવા ચૂંટાયેલા વડાપ્રધાન ઈમરાન ખાન અને રિકેપ તૈયપ એર્ડોગન અને રોડ્રીગો ડુટેર્ટે સહિતના કેટલાક જમણેરી લોકપ્રિય-ચૂંટાયેલા નેતાઓ વચ્ચે ખેંચવામાં આવી રહી છે. સૌથી વધુ જમણેરી-ચૂંટાયેલા નેતાઓમાં એક જેવા જ હોય છે અને કોઈને બીજા કોઈકમાં પણ આવી કેટલીક લાક્ષણિકતાઓ જોવા મળી શકે છે. પરંતુ અલગ સંદર્ભ, શરતો અને ઇતિહાસ આવી સમાંતર રેખાઓ અને સરખામણીઓને નબળી અને અર્થહીન બનાવે છે. તેથી, જે લોકોનો ઇમરાન ખાન "મોદી" અથવા "ટ્રમ્પ" હોવાનો દાવો ખોટો હોવાની સાથે તે રાજકીય નેતાઓને વર્ગીકૃત કરતી કેટલીક લાક્ષણિકતાને અવગણે છે. ઉપરાંત, ઇમરાન કોણ છે કે તે શું કરશે તે તેના પર આધાર રાખે છે કે તેને તેના કરતા ઘણુ મજબુત એવા જેનો તે ઓશિયાળો છે તે પાકિસ્તાન આર્મી જેવી ઇન્સ્ટિટ્યૂશન્સ તેને કેટલી છુટ આપે છે તેના પર રહેલો છે.

વાત શરૂઆતથી કરીએ તો, પાકિસ્તાનની 11મી લોકસભાની ચૂંટણી તટસ્થ કે ન્યાયી નહોતી. અનેક દસ્તાવેજો અને પુરાવાઓ, ટુચકાઓ અને આક્ષેપો, સૂચવે છે કે પ્રિપોલ ચાલાકીઓ ઘણા મહિના પહેલાથી હાથ ધરવામાં આવી હતી. વધુમાં, એવા અનેક સંકેતો સુચવે છે કે 25 મી જુલાઈના રોજ, ચૂંટણીના દિવસે જે રીતે પરિણામોની જાહેરાત કરવામાં આવી તેમાં પારદર્શિતાનો અભાવ હતો. આ નજીકના પ્રતિસ્પર્ધીઓ વચ્ચે ચૂંટણી લડાઈ હોવાથી ડઝનેક મતવિસ્તારમાં હાર-જીત વચ્ચેનો ગાળો સાવ જ ઓછો છે, પરંતુ રિટર્નિંગ ઓફિસરોએ વિજેતા અને હારેલા ઉમેદવાર વચ્ચેના આ ગાળા કરતાય વધુ મતો રદ્દ કર્યા છે. આમાંના ઘણા મતવિસ્તારમાં, ફરી મતગણતરીની વિનંતીને નકારી કાઢવામાં આવી હતી.

સૌને વિદિત એવી ચૂંટણી પહેલાની સાધનોની ગોઠવણ ઉપરાંત ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને ગેરલાયક ઠરાવવા અને પછી તેને જેલમાં ધકેલવા, લશ્કરનો મીડિયા પર અંકુશ અને અદાલતનું અતિશય ભેદભાવભર્યુ વલણ, નવા રાજકીય પક્ષોનું સર્જન અને શરિફના પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાજ (પીએમએલ-એન) ના સમર્થકોના મતને ઘટાડવા માટે એશ્ટાબ્લિશ્મેન્ટના પ્રાયોજિત કાર્યક્રમો વગેરેનો સમાવેશ થાય છે. આ બધામાં મોટું ઉદાહરણ લશ્કરના ટેકાથી નવા બનેલી ઈસ્લામિક પાર્ટી તહેરીક-એ-લબ્બાક પાકિસ્તાનનું હતું. આ પક્ષે પીએમએલ-એનના મતને તોડ્યા હતા અને પરિણામે પીએમએલ-એનને 13 સંભવિત બેઠકો ઓછી મળી હતી. અન્ય ઉદાહરણોમાં સંસદના ભૂતપૂર્વ પીએમએલ-એન સભ્યોએ બળવો કરીને કાં તો ઇમરાન ખાનની પાર્ટીમાં ભળી ગયા અથવા અપક્ષ તરીકે મેદાનમાં ઉતર્યા હતા. જેને વ્યંગમાં "ઇલેક્ટેબલ્સ" તરીકે ઓળખવામાં આવે છે.

જો એ વાત કોઈ સ્વીકારે કે પાકિસ્તાનની ચૂંટણી ન તો ન્યાયી હતી કે ન તો તટસ્થ હતી અને તેનો એકમાત્ર હેતુ શરિફનો પક્ષ કોઈપણ રીતે ફરી ચૂંટાય નહી તે જોવાનો હતો. આટલું જાણ્યા પછી સમાજશાસ્ત્રીઓએ આપેલા વિશ્લેષણો નિરર્થક છે, ખોટા છે. પ્રિપોલ સર્વેક્ષણોએ સૂચવ્યું હતું કે પીએમએલ-એન પંજાબમાં અને કેન્દ્રમાં સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવશે અને ન્યાયી ચૂંટણીની સંભાવના જોતા હતા. જો ચૂંટણી ન્યાયી થાત તો પરિણામોનું વિશ્લેષણમાં ખૂબ મુશ્કેલી થાત. ઇમરાનની તરફેણમાં ચૂંટણીનો બુંગિયો ફૂંકાયો એ સાથે કેટલાક વિશ્લેષકોએ એવો દાવો કર્યો છે કે આ ચૂંટણીઓ "ભ્રષ્ટાચારને લઈને" લડાઈ હતી અને ઇમરાન ખાનની જીત પાકિસ્તાનના નવા મધ્યમ વર્ગોની જીતનું પ્રતિનિધિત્વ કરે છે. જો આમ જ હોય તો ખરેખર એ કહેવું મુશ્કેલ છે કે સામાજિક વિજ્ઞાનના માપદંડોનો ઉપયોગ કરીને આ પરિણામો સમજાવવા માટે જો કોઈ વ્યક્તિ પ્રયત્ન કરે તો તેમના એ દાવાથી સાવચેત રહેવાની જરૂર છે. તેનું ખંડન કરતા અને ભિન્નમત દર્શાવતા ઘણા પુરાવાઓ છે અને ઘણાં જુદા જુદા દાવાઓ છે.

તેમ છતાં એ સ્વિકારવું રહ્યુ કે ઇમરાન ખાન આગામી સપ્તાહે પાકિસ્તાનના 19 મા વડાપ્રધાન બનશે અને પાકિસ્તાનના પાડોશીઓ અને વિશ્વએ એ વાસ્તવિકતાને સ્વિકારવી પડશે. ઇમરાનને કોઈ પણ સ્તરે શાસન કરવાનો કોઈ અનુભવ નથી અને પહેલીવાર પ્રધાનો સાથે તેની ટીમ પણ સાવ બિનઅનુભવી છે.  ઘણા ઇમરાન ખાનના ટેકેદારો આને તેના નયા પાકિસ્તાન માટે રાજકારણ અને જનપ્રતિનિધિત્વ માટે તાજા અને સ્વચ્છ અભિગમ રૂપે જોઈ રહ્યા છે. ઇમરાન ખાનને સંસદમાં 1988 પછીના સૌથી મજબૂત વિરોધનો સામનો કરવો પડશે, 1988માં બેનઝીર ભુટ્ટો પાકિસ્તાનના રાજકારણમાં નવો ચહેરો હતા. આ વખતે જે લોકો સરકારનો વિરોધ કરશે તે સરકારની રચના કરતાં પાકિસ્તાની રાજકારણમાં વધુ અનુભવી છે. પંજાબમાં પણ ઇમરાન ખાનના ઉમેદવારને વિશેષ પ્રતિકૂળ વિરોધનો સામનો કરવો પડશે.

ઇમરાન ખાન સરમુખત્યારશાહી, હઠાગ્રહી, ઘમંડી અને અધિર હોવાનું માનવામાં આવે છે ત્યારે તે કેવી રીતે આવા વ્યક્તિગત લક્ષણો પર કાબૂ રાખે છે તેની પર તેમની સરકારની પ્રગતિનો મદાર રહેશે. જો કે તેમના વિજય ભાષણમાં પાકિસ્તાન અને વિશ્વને આમાંથી કોઈ પણ લાક્ષણિકતા જોવા મળી ન હતી. સૌથી વધુ એક લક્ષણ જોવા મળ્યુ હતું તે હતું, અવિશ્વસનીયતા. ખૂબ જ સ્વસ્થ અને સંશયાત્મક સંબોધનમાં વડાપ્રધાન પદના ઉમેદવારે સામાજિક ન્યાય, સર્વગ્રહિતા, માફી, મિત્રતા, સ્વચ્છ અને સશક્ત સરકાર અને પાકિસ્તાનના તમામ પડોશીઓ સાથેના સારા સંબંધો તેમજ ઇસ્લામિક સિદ્ધાંતોમાં તેમની નવી નવી અંગત માન્યતાઓ વિશેની વાત કરી હતી. એ માટે તેમણે 8મી સદીમાં પયંગબર મુહમ્મદની મદીના રાજ્યની સ્થાપનાના સંદર્ભના સિદ્ધાંતો શ્રેષ્ઠ હોવાનું ઉદાહરણ આપ્યુ હતું અને તેને "પ્રેરણા" તરીકે ઓળખાવી હતી.

ઇમરાનના અંગત અને રાજકીય બંને જીવનની ફરતે અનેક વિરોધાભાસો વચ્ચે ઇમરાન ખાનનો ઇરાદો અને નિશ્ચય વાસ્તવિક અને નેક હોઈ શકે છે. જોકે તેમના પર પહેલેથી જ બહુમતી સાબિત કરવા માટે ઘણા રાજકારણીઓ સાથે બાંધછોડ કરી હોવાનું દોષારોપણ થઈ રહ્યુ છે. વધુમાં, પાકિસ્તાનનું રાજકીય અર્થતંત્ર સામે ચોક્કસ પડકારો આવશે. જેણે તેને ચૂંટવામાં મદદ કરી તેના ભારે લશ્કરી નિયંત્રણ સાથે, તેના વિશાળ આર્થિક પરાધીનતા સાથે પાકિસ્તાન તેના પડોશીઓ સાથેનો વર્તાવ અને વિરોધી અને અનુભવી વિરોધપક્ષ સાથે ઇમરાન જૂના દેશને પાછળ છોડીને નયા પાકિસ્તાનને લાવવાની આશા સેવી રહ્યા છે.

Back to Top