ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ચાર વર્ષ પછી

આપણે ભાજપ સરકારની આકારણી માનવિય અને સંસ્થાકીય ગૌરવના ચશ્માથી કરવાની જરૂર છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

કોઈ પણ પક્ષનું શાસનનું મૂલ્યાંકન માનવીય ગૌરવ તેમજ સંસ્થાકીય ગૌરવને સમાવતા આદર્શોના આધારે થવું જોઈએ. બીજી રીતે કહીએ તો ભાજપના શાસન કે અન્ય કોઈ પણ પક્ષના શાસકમાં વ્યવહારિક ધોરણો પર મૂલ્યાંકન કરવાનું તે પક્ષ પર છોડી દેવું જોઈએ. આવી પ્રક્રિયા તેના શાસનના શાસનના છેલ્લા વર્ષમાં સામાન્ય છે. આમ વર્તમાન સરકારની કામગીરી મૂલ્ય આધારિત આદર્શવાદી મૂલ્યાંકન માત્ર પાંચ વર્ષનું જ નહી ગણતા, તે માનવીય ગૌરવના મૂલ્યને સ્થિર કરવા તેમજ દેશનું ગૌરવ સ્થાપિત કરવા માટે રાજ્યની સંસ્થાની જરૂર પડે ત્યાં સુધીના સમયગાળાને ગણતરીમાં લેવો જોઇએ. અલબત્ત આપણે  કંઈ એવું તો અરાજકતાવાદી વલણ ન અપનાવી શકીએ કે જે એમ કહે કે કોઈ દેશ કે તેની સંસ્થાઓ લોકોને નૈતિક સુખાકારી કે ગૌરવ અપાવી શકતા નથી.

શા માટે તે દેશના ગૌરવનો પ્રશ્ન ઉઠાવવાની ઐતિહાસિક જરૂરિયાત ઉભી થઈ છે, ખાસ કરીને સરકારની મુદતના ચોક્કસ સંદર્ભમાં? કારણ કે કેન્દ્રમાં ભાજપના શાસનનાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન સરકારનું ગૌરવ શંકાના દાયરામાં આવ્યુ છે. ગૌ રક્ષકો દ્વારા ગંભીર ધમકીઓ આપવામાં આવે છે, સોશિયલ મીડિયા પર ટ્રોલ કરે છે અને અમુક ભારતીય સમાજ ઉપર નૈતિક અને સાંસ્કૃતિક ચોકીપહેરો ભરાઈ રહ્યો છે.

દેશની પ્રતિષ્ઠાનો આધાર લોકોની નૈતિક સુખાકારી કે ગૌરવ માટે સત્તાનો ઉપયોગ કરવાની પ્રતિતિ પર રહેલો છે. આવા સામાજિક બળને સંસ્થાકીય શક્તિનો ઉપયોગ કરીને તોડી શકાય છે અને તેનાથી આ મૂલ્યોની અનુભૂતિને ગંભીર ખતરો ઉભો થાય છે. તેથી આપણે સમાંતર સત્તાના કેન્દ્રોમાં છેલ્લાં ચાર વર્ષમાં થયેલી અભૂતપૂર્વ વૃદ્ધિ વિશે ભાજપ સરકારના પ્રવક્તાને પ્રશ્ન કરવાની જરૂર ઉભી થાય છે. જ્યારે ભાજપના કાર્યકર્તાઓ પોતે સ્વમુખે તેમના નેતાને ભારતના અત્યાર સુધીના સૌથી મજબૂત વડાપ્રધાન તરીકે ગણવાતા હોય ત્યારે આ પ્રશ્ન વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે.

આ સમાંતર કેન્દ્રો જાહેરમાં દલિતોને અપમાનિત કરી રહ્યા છે. ગુજરાતના ઉનાની ઘટના તેનું ઉદાહરણ છે. તેઓ માત્ર કેટલાક લોકોને તેમની સાંસ્કૃતિક સ્વતંત્રતાને લઈને જ નહી પણ ઉપલબ્ધ અને પરવડે તેવો ખોરાક લેવાના તેમના અસ્તિત્વને અધિકારને લઇને તેમને હલકા હોવાની અનુભુતિ કરાવે છે. અસ્તિત્વવાદની સ્વતંત્રતાનો અભાવ એટલે ગૌરવ છાંડવું. જે આખરે તો આ શાકાહારીના બની બેઠેલા પ્રચારકો દ્વારા લાદવામાં આવેલ "વેજલેન્ટિઝમ"માંથી પરિણમે છે. ભાજપ સરકાર આવા બળોને નાથવામાં લાચારી શેની અનુભવે છે? જો એમ હોય તો તે શું ભારતીય બંધારણે આપેલું પોતાનું જ ગૌરવ ગુમાવવા બરાબર નથી શું? આ સ્થિતિમાં એમ કહેવું વધારે પડતું નથી કે છેલ્લા ચાર વર્ષોમાં, કથુઆ બળાત્કારના કેસમાં જમ્મુના વકીલોના જણાવ્યા પ્રમાણેનું ફોજદારી કેસોનું લિંચિંગ, ટ્રોલીંગ અને સ્ટ્રોલીંગનું નૈતિક રીતે આક્રમક એક્ટિવિઝ્મ એ માન્યતાને વધુ મજબૂત કરે છે કે સંવિધાનિક સામાજિક અધિકારીઓ બહારની સામાજિક સત્તાઓ અસ્તિત્વમાં છે અને તેને સરકાર પણ નિયંત્રિત કરી શકતી નથી.

ઉદારવાદી લોકશાહી સંસ્થાઓ લોકોના આત્મસન્માનને સમર્થન આપે અપેક્ષિત છે. તરછોડાયેલા સમુહના સભ્યો જ્ઞાન નિર્માણમાં ભાગ લઈને આત્મસન્માન મેળવી શકે છે. જો કે, છેલ્લા ચાર વર્ષોમાં શૈક્ષણિક સંસ્થાઓ પણ આવા ઉમદા ધ્યેયથી ભટકી હોવાનું જણાય છે અને તે સમાનતા અને સામાજિક ન્યાયના ખ્યાલો માટે ધૃણાના સ્થાનકો બની ગઈ છે. તેનું એક દુ:ખદ ઉદાહરણ છે રોહિત વેમુલા. જેમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની નૈતિક અધોગતિ દેખાય છે.

આખરે, સરકારનું ગૌરવ જીવેલા સત્યને સાબિત કરવામાં અને તેનો સામનો કરવાનો તેની નૈતિક ક્ષમતામાં છુપાયેલું છે. જેમ કે આજે ઘેરી નિરાશા, હતાશા અને પ્રતિષ્ઠાનું ન પુરી શકાય તેવું નુકશાન ખેડૂતોની આત્મહત્યાઓ તરફ દોરી રહ્યુ છે. ભાજપ સરકારે આ સત્યનો સામનો કરવાનું પસંદ નહીં કરતા, તે આ વાસ્તવિકતાને ઉષ્માભર્યા વચનોથી પરિવર્તિત કરવા માંગે છે અને તે એક ભ્રમ પેદા કરે છે કે તે સમસ્યાઓનો ઉકેલ લાવી રહી છે. ભાજપની આશાની ભાષા, "અચ્છે દિન" જેવા સૂત્રો દ્વારા અભિવ્યક્ત થાય છે જે ગુઢ બની રહે છે અને તેથી તે અવિશ્વસનીય સત્યો છે. ઉદાહરણ તરીકે, આ રીતે નોટબંધીની દુવિધા અને તેમાં સમાયેલું દુ:ખદ સત્ય એ હતું કે નોટબંધી 100 થી વધુ લોકોના જીવનને ગળી ગઈ હતીં અને તેણે લાખો લોકોના જીવનને અસર કરી હતી.

તાજેતરની પેટાચૂંટણીઓમાં ભાજપની સતત હારથી દર્શાવે છે કે બનાવટની આદત ધરાવતી ભ્રાંતિની શક્તિ કે જે ઘણાં બધાં વચનોમાં સમાયેલી છે તે લાગે છે કે ભારતીય મતદારોની રાજકીય સંવેદનશીલતા પરની પકડ ગુમાવી રહી છે. આ આઘાતજનક સ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપ તેના નેતાના વ્યક્તિગત બલિદાનની કથાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. વ્યક્તિગત બલિદાનનું વૃત્તાંત અમૂલ્ય જણસ બની શકે છે અને નૈતિક રૂપે મહત્વપુર્ણ બની શકે છે. કારણ કે આવી વાર્તાઓ લોકોને માનવતાવાદી યોજના તરફ લઈ શકે છે. પરંતુ, જો વ્યક્તિગત બલિદાનની કથાના વૃત્તાંતો પક્ષના માનવ-વિરોધી એજન્ડાને પોષક હોય તો તેવા વૃતાંતોને ભડકાઉ જ ગણવા જોઈએ.

Back to Top