કાશ્મીર રિપેર થઈ શકે તેમ નથી?
નવી દિલ્હીની હાર્ડ લાઇન સંવાદ માટેના તમામ વિકલ્પો બંધ કરી રહી છે.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
અનુરાધા ભસીન જામવાલ લખે છે:
કેન્દ્ર સરકારને રમઝાનમાં સીઝફાયરની અરજ માટે 9મી મેના રોજ જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન મહેબુબા મુફ્તી દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકના નિર્ણયમાં આશા કરતા નિરાશા વધુ ઉજાગર થાય છે. આવા યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવે તો કાશ્મીરમાં તેનો પ્રતિભાવ ગન અને શેરી દેખાવો દ્વારા યુવાનોની આગેવાની હેઠળના બળવાનું નવું સ્વરૂપ બહાર આવે એવી ધારણા બાંધી લેવાઈ છે. હવે દમન સામે "વિરોધ" અને "ગુસ્સો"નો પ્રશ્ન જ નથી. શેરીઓમાં ગુસ્સે ભરાયેલા બળવાખોર સંકેતો દર્શાવે છે કે સુરક્ષા દળોની ગોળીઓ અને પેલેટથી કોઈ ડરતું નથી અને વિરામ ના કોઈ આસાર નથી. પછી ભલેને સલામતી દળો દ્વારા મારી કે થકવીને કે નિરંતર અપમાન સામે વિદ્રોહની લોહીયાળ ભારતની વ્યૂહરચના દ્વારા તેનું આંધળુ અનુકરણ થતું હોય, તે કરો યા મરોની લડાઈ છે. કાશ્મીર અને નવી દિલ્હી વચ્ચે અવિશ્વાસની પહોળી થઈ રહેલી ખાઈ શાંતિપૂર્ણ પ્રતિકારમાં વિશ્વાસ ઘટાડી રહી છે. તાજેતરના કેસમાં, યુનિવર્સિટી ઓફ કાશ્મીરના જે ફેકલ્ટીએ શાંતિપૂર્ણ પ્રતિકાર અને ઉદાર વિચારો અપનાવવા વિદ્યાર્થીઓને ઉપદેશ આપ્યો હતો તે તેમના ઠાર મરાયાના બે દિવસ પહેલા જ આતંકવાદી બન્યો હતો. આ ઘટના એ વાતની આઘાતજનક પ્રતિતિ કરાવે છે કે શાંતિપૂર્ણ અભિવ્યક્તિ માટે હવે જગ્યા નથી. શાંતિપૂર્ણ રીઝોલ્યુશન અથવા પ્રતિકારમાં વિશ્વાસ નથી એમ પણ દર્શાવે છે.
તેમ છતા મહત્વનો પ્રશ્ન એ છે કે, શું તમામ રાજકીય પક્ષો તરફથી સામૂહિક દલીલ કેન્દ્રને કાશ્મીર પર કોઈ અલગ રીતે વિચારવાની પ્રેરણા પુરી પાડશે કે કેમ. અત્યાર સુધી તો હિંસા બંધ કરવા અને વાતચીત શરૂ કરવા માટેની મુફ્તી સરકારની અનેક અપીલોની અવગણના કરવામાં આવી છે. ભાજપની આગેવાનીવાળી કેન્દ્ર સરકાર તેના પુરોગામી કરતાં વધુ લડાયક નીતિને અનુસરે છે. અગાઉના શાસનથી વિરુદ્ધ, આ નીતિમાં કૃત્રિમ અને અસ્થિર આત્મવિશ્વાસ ભરવાથી પ્રેરિત લોકશાહી પ્રથાઓના ઢોંગ સાથે દ્વેતિ પાશવી શક્તિનો મેળ ખાતો નથી. આરએસએસથી પ્રેરિત ભાજપ ઢોંગ કરતો નથી. તેની વિચારધારા દ્વારા કાશ્મિરને કાબૂમાં રાખવાની વિચારસરણી અપનાવવા ઉપરાંત ભારતના વિચારને બદલવા અને તેના લોકશાહીને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. રાજ્યની જનસંખ્યાનું પરિવર્તન, મુસ્લિમ વસ્તીને દબાવી રાખીને અને ભારતને હિન્દુ રાષ્ટ્રમાં ફેરવવાની તેની મોટી મહત્વાકાંક્ષાને હાંસલ કરવાના કાશ્મીર લાંબા સમયથી સમર્પિત વિચારનો એક પ્રોજેક્ટ છે. એક અસ્તવ્યસ્ત, હિંસક, લોહીયાળ અને અસ્થિર કાશ્મીર એ એ વિચારનું જ પ્રતિબિંબ છે.
જો કાશ્મીરીઓના લોહીની કિંમત ન હોય તો પણ સૈનિકોના મોતની ચિંતા હોવી જોઈએ. પરંતુ તે દેખાતી નથી. 2018માં 40 આતંકવાદીઓને મરાયા તેની સામે 24 સૈનિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. 2: 1થી વધુના ગુણોત્તર પર કેન્દ્રની કાશ્મીર નીતિનું લશ્કરી શાણપણ શંકાસ્પદ છે. ઉપરાંત, એક પથ્થરમારામાં એક પ્રવાસી સહિત 37 નાગરિકોનો હિંસક અથડામણોમાં ભોગ લેવાયો છે અને સેંકડોએ બુલેટ અને પેલેટ ઇજાઓ સહન કરી છે. આટલું મોટું આનુશાંગિક નુકશાન પણ આતંકવાદને નિયંત્રણમાં લેવા કે તેનું સ્તર ઘટાડવા માટે અસમર્થ નિવડ્યુ છે. કાશ્મીરીઓના તરડાયેલા મન માટે આતંકવાદીઓ અને નાગરિકોનું રક્ત ખાતર જેવું કામ કર્યુ છે જેને લઈને નવા સંખ્યાબંધ બળવાખોરો મોટી સંખ્યામાં પેદા થાય છે.
આ તમામ સંભાવનામાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ નવી દિલ્હી પાસેથી બહુ અપેક્ષા નહી રાખી શકે. આવી સ્થિતિમાં, મુફ્તી સંઘર્ષને હળવો કરી શકે તેવી કાર્યવાહી બહુ કરી શકે તેમ નથી. તેમનું એક શક્ય પગલું મોટો ફરક પાડી શકે છે, તે તેમના અધિકારક્ષેત્રની અંદર આવે છે અને તે એ કે પથ્થરબાજો સામે અખત્યાર કરેલી સખ્તાઈ પાછી ખેંચવી. ધરપકડ, એફઆઈઆર અને સતત સતામણીના કારણે ઘણાં પથ્થરબાજોને બંદૂક ધારી થવાની ફરજ પાડી છે. જો કે શક્તિનો આ ઉપયોગ માત્ર કૃત્રિમ હોઈ શકે છે. આવી કૃત્રિમતાનો એક કેસ જોઈએ તો, પીડીપી સરકારે શપથ લીધા બાદ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મુફ્તી મોહમ્મદ સૈયદ દ્વારા છોડવામાં આવેલા અલગાવવાદી માસારત આલમની કેન્દ્રમાંથી ભારે દબાણને પગલે ફરી ધરપકડ કરવામાં આવી હતી.
સત્તાનું પરંપરાગત માળખું, કાશ્મીરના સંદર્ભમાં દિલ્હીની સંપૂર્ણ પકડ, રાજ્ય સરકારની શક્તિ અને ક્ષમતા પર મર્યાદા લાગુ પાડવી. હાલમાં, પીડીપીના સમાધાનના પ્રયત્નો અથવા અન્ય કોઇ દરખાસ્તો પર દિલ્હી દ્વારા તરાપ મારવામાં આવે છે. કથુઆ બળાત્કાર અને હત્યાના કેસમાં ભાજપના સખત વિરોધ છતાં મુફ્તીની મજબુત પક્ષ લેવાની ક્ષમતા તેમાં અપવાદરૂપ ગણી શકાય. તેનું સંભવતઃ કારણ જમ્મુમાં કોમી વિભાજનને વધુ ઊંડું નહી કરવાની ભાજપની મોટી મહત્વાકાંક્ષા હોઈ શકે અને તે કારણે જ તેમણે આ કેસમાં ન્યાયના માર્ગને રોકવાને બદલે સફળતાપુર્વક પાર પાડવાનું કામ કર્યું છે.
પીડીપીનું સંવાદ માટેનું દબાણ નિષ્ફળ જઈ શકે છે. પરંતુ તે હજુય કટુ યુવાનોની ઉર્જાને સર્જનાત્મક ઝુંબેશમાં પરિવર્તિત કરવા માટેની હકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. શાળા અને કૉલેજોને બંધ કરવાને બદલે શૈક્ષણિક સંસ્થાઓને વિચારો અને મંતવ્યોના સંબોધન માટે મુક્ત સ્થાનકો બનાવી શકાય છે. ત્યાં સરકાર પ્રતિકાર અટકાવી શકે તેવો કોઈ માર્ગ નથી. તે નવી પેઢીના આત્મામાં ઊંડે જડાઈ ગયેલું છે જેને સરકારનો પ્રતિકાર કોઈ રીતે અટકાવી શકે તેમ નથી. શાંતિપૂર્ણ અને વધુ અર્થપૂર્ણ પ્રતિકાર માટે ફ્રી સ્પેસ આપવી તે જ સંવાદ માટેનું વાતાવરણ સર્જવાનો એકમાત્ર માર્ગ છે.