વર્લ્ડ ટ્રેડના નિયમોનું પુનર્લેખન
ટ્રમ્પ વહીવટીતંત્ર શું વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના બહુપક્ષીય માળખાને પોતાના ફાયદા માટે નાબૂદ કરવા મથી રહ્યું છે?
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
જો ૧૦-૧૩ ડીસેમ્બર ૨૦૧૭માં બ્યુનોસ એરેસમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુટીઓ)ની તાજેતરમાં સમાપ્ત થયેલ ૧૧મી મંત્રી પરિષદ પ્રમાણે કંઈ ઘટે, તો યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસ)નું વલણ ડબ્લ્યુટીઓના બહુપક્ષીય માળખાને વેરવિખેર કરવા તરફ વળેલું લાગે છે. યુએસ વેપાર પ્રતિનિધિ (યુએસટીઆર), રોબર્ટ લાઈથાઈઝરે એમ તો સુનિશ્ચિત કર્યું જ કે ફરજિયાત કરવામાં આવેલા વિષયો પરના નિર્ણયોને મામલે કોઈ સમજૂતી નહીં થાય, સાથે સાથે એ પણ સ્પષ્ટ કર્યું કે પરિષદ કોઈ પણ ‘સરકારી ઘોષણા’ વગર સમાપ્ત થશે.
આવા નિરાશાજનક પરિણામોના પ્રારંભિક અણસાર નવેમ્બરમાં વિયેતનામમાં થયેલ એશિયા-પેસિફિક આર્થિક સહકાર ફોરમ સમયે જ દેખાઈ આવ્યા હતા, જ્યાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે "અમેરિકા ફર્સ્ટ" (અમેરિકા પ્રથમ) વેપાર નીતિનો આરંભ કર્યો હતો. બહુપક્ષીય અભિગમોનો તીવ્ર અણગમો વ્યક્ત કરતા ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે, દ્વિપક્ષીય વેપાર કરાર દ્વારા અમેરિકા "પરસ્પર લાભદાયી વાણિજ્ય"ને આગળ વધારશે. યુએસમાં નોકરીઓ, ફેક્ટરીઓ અને તમામ ઉદ્યોગોના ચીથરેહાલ કરવા બદલ એના નબળા નેતૃત્વને જવાબદાર ઠરાવવાની સાથે, તેણે ડબ્લયુટીઓ પર યુએસ પ્રત્યે પક્ષપાતી વર્તન રાખવાનો આરોપ લગાડ્યો.
ડબલ્યુટીઓની મંત્રી પરિષદમાં, યુએસટીઆરે "કોટન-ફોર" (કપાસ ચોકડી) દેશો બિનિન, બુર્કિના ફાસો, ચાડ અને માલી વિશે એક નાનકડી કબૂલાત કરી, તેઓએ અમેરિકાને ફક્ત સહમત કરવા ખાતર સ્થાનિક સમર્થન અને બજારમાં પ્રવેશની મર્યાદામાં તડજોડ કરી હતી. આવા આચરણનું સારામાં સારું વિવરણ અલ્પજનસત્તાકનું મોટાઈભર્યું આચરણ સિવાય બીજું શું હોય શકે, ખાસ ત્યારે જ્યારે તેની પ્રજા જીવન-મરણને લગતા સંજોગોનો સામનો કરી રહી છે. તેવી જ રીતે, ખાદ્યાન્ન સુરક્ષા અંગે સાર્વજનિક પુરવઠા માટે કાયમી ઉકેલની ભારત અને અન્ય ઘણા વિકાસશીલ દેશોના સંબંધમાં વોશિંગ્ટને અગાઉ આપેલી ખાતરીઓ પર યુએસટીઆરે પીછે હઠ કરી હતી.
અધુરામાં પૂરું, અપીલનો નિકાલ લાવનાર કાયદાકિય અંગ ડિસ્પ્યુટ સેટલમેન્ટ મેકેનીઝમનો યુએસટીઆરે કરેલ ઉપહાસ, તેમાંની ખાલી બેઠકોની પૂરવણીમાં અવરોધ, જેના લીધે બાકી પડેલા કેસનો મોટો જથ્થો જમા થયો છે. અલબત્ત, ડબલ્યુટીઓ (વિશ્વ વેપાર સંગઠન)નું ઇતર પ્રવૃત્તિ પરથી જુદાં જુદાં સમયે જે પ્રગટ થઈ શકે અને થયું છે એના પર નજીકથી નજર કરીએ તો એ સ્પષ્ટ થાય છે કે વિકાસશીલ અને ઓછા વિકસિત દેશો સાથેના વ્યવહારમાં કંઈ અમેરિકા એકમાત્ર આશ્રયદાતા અલ્પજનસત્તાક નથી. મોટાભાગની બાબતો પર, યુરોપિયન યુનિયન, જાપાન અને કેનેડા તેના નજીકના સાથી રહ્યા છે, ખાસ કરીને ચીન સંબંધિત મુદ્દાઓ પર.
થોડા સમય માટે, યુએસ બહુપક્ષીય વાટાઘાટોના દોહા રાઉન્ડના સંદર્ભમાં "મૃત" જેટલો જ સારો સાબિત થયો છે. અહીં એ નોંધવું જરૂરી છે કે પરિષદના અંતે યુએસટીઆરના નિવેદનમાં જણાવાયું કે યુએસને ‘કૃષિ ક્ષેત્રે ૧૬ વર્ષ જૂના કાલગ્રસ્ત અને નકામા માળખાને બદલે એવા પરિણામની જરૂર છે, જે આજની વાસ્તવિકતા પર આધારિત હોય’, દોહા ડેવલપમેન્ટ રાઉન્ડના મૂળ માળખાના સંદર્ભમાં એ કેવો સ્પષ્ટ અણગમો. ઉપરાંત, વિશ્વ વેપાર સંગઠનનો બહુપક્ષીય માળખો ક્ષય પામી રહ્યો હતો તેમ, "બહુપક્ષીય" કરારો અંગે (સ્વૈચ્છિક સભ્યપદ સાથે અને વિશ્વ વેપાર સંગઠન દ્વારા ન આવરવામાં આવેલા મુદ્દાઓ પર) પ્રારંભિક પગલાંઓ, જેમ કે રોકાણની સુવિધા, ઇલેક્ટ્રોનિક વેપાર અને સૂક્ષ્મ, નાના અને મધ્યમ સાહસો માટે શિષ્ટતાચારની જાહેરાત કરવામાં આવી હતી.
અહીં એ યાદ કરવાની જરૂર છે કે ૧૯૪૬માં યુએસ દ્વારા શરૂ કરાયેલા ટેરિફ ઘટાડવા માટેના વાટાઘાટોના પરિણામે જનરલ એગ્રિમેન્ટ ટેરિફ્સ એન્ડ ટ્રેડ (જીએટીટી) બન્યું હતું. જેના નિષ્કર્ષ રૂપે ઑક્ટોબર ૧૯૪૭માં ૨૩ દેશો (ભારત સહિત) દ્વારા એક કરાર પર હસ્તાક્ષરો કરવામાં આવ્યા હતા. માર્ચ ૧૯૪૮ના હવાના ચાર્ટરની મંજૂરી પ્રત્યે યુએસ કોંગ્રેસની દુશ્મનાવટની ઘટનામાં, જેના પર ૫૩ દેશોએ હસ્તાક્ષર કર્યા હતા, આંતરરાષ્ટ્રીય વેપારની દેખરેખ માટે પ્રસ્તાવિત આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠનની સ્થાપના કરવા માટે જાન્યુઆરી ૧૯૯૫માં વિશ્વ વેપાર સંગઠન દ્વારા સ્થાનાંતરિત ન થાય ત્યાં સુધી જીએટીટીની કામગીરી ચાલુ રહી. ઓક્ટોબર ૨૦૧૭માં જીએટીટીની ૭૦મી વર્ષગાંઠને મોટેભાગે અવગણવામાં આવી હોવા છતાં, આપણે એ યાદ રાખવું જોઈએ કે બીજા વિશ્વયુદ્ધના બહુપક્ષીય વેપારી માળખાના મુખ્ય પ્રેરક યુએસે, એ માળખાને નાબૂદ કરવામાં કેન્દ્રિય સ્થાને રહેવાનો નિર્ણય કર્યો છે.
જીએટીટીને પછીના યુએસ વેપારી વહીવટીતંત્ર દ્વારા સતત નિયંત્રિત કરવામાં આવ્યું હતું. બહુપક્ષીય વ્યાપાર વાટાઘાટોના દરેક સત્રની કલ્પના એ રીતે કરવામાં આવતી કે એ યુએસ વેપાર નીતિમાં નોંધપાત્ર ફેરફારો સાથે મેળ ખાય. તેથી, દાખલા તરીકે, ૧૯૫૦ના દાયકાના મધ્યમાં, કૃષિ ક્ષેત્રને જીએટીટી નિયમોના અધિકારક્ષેત્રમાંથી દૂર કરવામાં આવ્યો હતો. એ રોમની સંધિને અનુરૂપ હતું, જેના હેઠળ ત્યારે યુરોપીયન આર્થિક સમુદાયની સ્થાપના કરવા વાટાઘાટ થઈ રહી હતી. તેમજ રોમની સામાન્ય કૃષિ નીતિના જે આર્થિક સિદ્ધાંતો બનવાના હતા એને પણ અનુરૂપ હતું. ૧૯૫૮માં, કાપડ અને કપડા ક્ષેત્રને જીએટીટી નિયમોની સત્તામાંથી બાકાત કરવામાં આવ્યા હતા, જેની જાપાન અને યુએસ દ્વારા સંયુક્તપણે ગોઠવણી કરવામાં આવી હતી. ઉરુગ્વે મંત્રણા (૧૯૮૬-૯૪) સાથે, જોકે, આ ક્ષેત્રોને જીએટીટીના કાર્યક્ષેત્રમાં ફરી લાવવામાં આવ્યા હતા, જેથી કરીને એની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારતા વાણિજ્યિક સેવાઓ, બૌદ્ધિક સંપત્તિ અને વેપાર-સંબંધિત રોકાણના પગલાંઓનો એમાં સમાવેશ કરવામાં આવે. પરંતુ, અગાઉની જેમ, ડબ્લ્યુટીઓના આશ્રય હેઠળ, લોકશાહી જવાબદારીના અભાવને દર્શાવતા સંજોગમાં, કેટલાક વિકસિત રાષ્ટ્રોએ વેપાર અને વેપાર-સંબંધિત નીતિઓ પર પ્રભાવ પાડવાનું ચાલુ રાખ્યું છે, જેના લીધે દુનિયાના ગૌણ અર્થતંત્રોના તમામ ક્ષેત્રો પર પ્રતિકૂળ અસર પડી છે.
ટ્રમ્પ વહીવટ આ ગહન અસમાન વ્યવસ્થા અને તંત્રને રદ કરવાનું નથી. એ તો વૈશ્વિક મૂડીવાદના સંબંધિત આર્થિક પતનને સરભર કરવા અને વૈશ્વિક અર્થતંત્રમાં અમેરિકાને નિર્વિવાદપણે વિજેતા તરીકે પુનઃસ્થાપિત કરવા માટે માત્ર તેને સંચાલિત કરતા નિયમોને ફરી સ્થાપવા માંગે છે.