ભ્રષ્ટાચાર જે અદ્રશ્ય કરાયો
2G મુકદ્દમાના ધબડકા પરથી પડદો ફાશ થાય છે કે ભ્રષ્ટાચારનો રાજકીય સાધન તરીકે શરમજનક ઉપયોગ થઈ રહ્યો છે.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
ટ્રાયલ કોર્ટ દ્વારા "2G કૌભાંડ"માંના તમામ આરોપીઓને પુરાવા ન મળવા બદલ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, એ ઘણા નવાઈ પમાડનાર સમાચાર હતા. એનાથી પણ વધારે નવાઈ તો એની છે કે લોકોના સ્મૃતિમાંથી એ કેસ કેટલો જલદી આલોપ થઈ ગયો. બહુ જલદી લોકો એને ભૂલી ગયા. દસ જ વર્ષ પહેલાંની વાત છે, જ્યારે સેકન્ડ જનરેશન (2G) સેવાઓ માટે મોબાઇલ ટેલિકોમ સ્પેક્ટ્રમની, "પ્રથમ આવે તે, પ્રથમ પીરસવામાં આવે" પદ્ધતિનો ઉપયોગ કરીને ફાળવણી કરવામાં આવી હતી, ત્યારે એ ઉગ્ર વિવાદનો વિષય બની હતી. દેશભરમાં મોબાઇલ ઇન્ટરનેટ અને વૉઇસ સેવાઓ બહાર પાડવા માટે વિવિધ ટેલિકોમ કંપનીઓને કુલ ૧૨૨ લાઇસન્સ આપવામાં આવ્યા હતા. ભારત જ્યારે તેના ટેલિકોમ "ક્રાંતિ"ની શરૂઆતમાં હતું ત્યારે આ પગલું ટેલિકોમની પહોંચ અને ટેલીનેસિતાને વિસ્તારવાના હેતુથી ભરવામાં આવ્યું હતું. જોકે એ પગલું કોંગ્રેસ અને તેની યુનાઈટેડ પ્રોગ્રેસીવ એલાયન્સ (યુપીએ) સરકારના ભ્રષ્ટાચારનું પ્રતીક બનીને રૂ. ૧.૭૩ લાખ કરોડનું ‘ધારેલું નુકસાન’માં પરિણમ્યું અને દેખાઈ આવ્યું કે તેઓના અંતની શરૂઆત થઈ ગઈ છે.
એ કૌભાંડના આરોપો જાણીતા છે. સ્પેક્ટ્રમનો સોદો યુપીએ સરકારે પોતાને પસંદ પડે એવી કંપનીઓ સાથે કર્યો, જેમાં આરોપો છે કે એ સોદો તેઓ પાસેથી મોટી લાંચ ઉઘરાવીને સ્પેક્ટ્રમ માર્કેટ રેટ કરતાં નીચા ભાવે કરાયો હતો. પરિણામે, એવું માનવામાં આવતું હતું કે, એ સરકાર દ્વારા મહેસૂલની મૂળ વસૂલાતમાં ખોટ તરફ દોરી ગયું, જે કેટલાક અખબારો અને વિશ્લેષકોની ગણતરી પ્રમાણે આશરે રૂ. ૨૦,૦૦૦ કરોડથી માંડીને ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (સીએજી), વિનોદ રાય દ્વારા પ્રસ્તાવિત રૂ. ૧.૭૩ લાખ કરોડ જેટલું "નીચું" હતું. એવું ધારવામાં આવ્યું હતું કે એના લીધે ટેલિકોમ કંપનીઓને ભારે નફો થયો.
દ્રવિડ મુનેત્ર કઝાગમ (ડીએમકે)નો રાજા ત્યારના ટેલિકોમ મંત્રી તરીકે મુખ્ય આરોપી હતો. પણ તેના પક્ષના બીજા સભ્યો તેમજ ત્યારના પ્રધાનમંત્રી મનમોહન સિંઘ સહિત કૉંગ્રેસના અન્ય સભ્યો પણ એમાં સહભાગી ગણવામાં આવ્યા હતા. એ કિસ્સામાં નિર્ણય લેવામાં સ્વેચ્છાચાર અને પક્ષપાતી વલણનો તેમજ ભ્રષ્ટાચાર અને જાહેર જનતાના ભંડોળને નુકસાન થયું હોવાના ઠોસ પુરાવા સાથેનો આરોપ તો હતો જ. પણ એનાથીય વધુ નોંધપાત્ર તો એમાં સંકળાયેલી વધારી-ચઢાવીને બતાવેલી મોટી રકમ હતી. એ કૌભાંડ યુપીએ સરકારની મહા-ભ્રષ્ટાચારી પ્રકૃતિનું પ્રતીક બની ગયો હતો. ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગરીબી ઘટાડા જેવા મહત્ત્વના ખર્ચા માટેના જાહેર ભંડોળમાંથી નાણાં કેટલા પ્રમાણમાં પોતાના ગજવામાં વાળી શકાય એનું ચિહ્ન હતું.
કેટલાક લોકો એવી દલીલ કરે છે કે 2G કૌભાંડમાં રૂ ૧.૭૩ લાખ કરોડનું નુકસાનના દાવાઓ ભારતના ગણતંત્રના લોકશાહી ચુંટાયેલા સમ્રાટ તરીકે નરેન્દ્ર મોદીના રાજ્યાભિષેક સાથે જોડાયેલા છે. આ પ્રકારના કાવતરાંની સચ્ચાઈને ધ્યાનમાં ન લઈએ તોપણ, આ કિસ્સામાં એક રાજકીય પરિણામ સ્પષ્ટ પારખી શકાય તેમ છે. આ કૌભાંડ એક એવો ઢાંચો બની ગયો કે જેના દ્વારા કૉંગ્રેસ સરકાર પોતે કરેલ ભ્રષ્ટાચારને "વ્યવહારું જ્ઞાન"માં ઢાળી શકે છે. તેમ જ, એમાં યુપીએ સરકારના અન્ય તમામ કથિત કૌભાંડો અને ભ્રષ્ટાચાર વધુ ચકાસણી વિના ઉમેરી શકાય તેમ છે.
અને આ એ જ “વ્યવ્હારું જ્ઞાન” હતું જેણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારત "આંદોલન"ને વિશ્વસનીયતા પ્રદાન કરી અને એક એવી પરિસ્થિતિ ઊભી કરી જેમાં ભારતને મુશ્કેલીમાં નાખતી દરેક બાબત પાછળ ભ્રષ્ટાચાર એકમેવ કારણ તરીકે જોવામાં આવ્યું. આમ, ભ્રષ્ટાચારનો વિરોધ એ જ દરેક દરદના ઉકેલ માટે જાદુઈ મંત્ર બની ગયો હતો. અહીં હેતુ એવી દલીલનો નથી કે ટેલિકોમ સ્પેક્ટ્રમની ફાળવણીમાં ભ્રષ્ટાચાર અને પક્ષપાતની કોઈ ભૂમિકા ન હતી, પણ એ હકીકત ચમકાવવાનો છે કે ભ્રષ્ટાચારનો મુદ્દો નૈતિકતા અને જુસ્સાથી ભરેલી એવી ‘પોકળ નિશાની’ બની ગયો હતો જે સાર્વજનિક જન-જીવનના કોયડાઓ જેમ કે ગરીબી, રોજગાર, સાર્વજનિક હિતલક્ષી સેવાઓ, ભેદભાવ અને હિંસા સહિતના અન્ય તમામ મુદ્દાઓને નુકસાન પહોંચાડી શકે અને જેણે નુકસાન પહોંચાડ્યું છે. યુપીએ સંબંધિત 2G કૌભાંડ અને અન્ય ભ્રષ્ટાચારના બીજા પણ ખરાબ પરિણામો આવ્યાં છે. સૌથી મહત્ત્વનું ફક્ત એ નથી કે સીએજી અને કોર્ટ જેવા રાજય સંસ્થાઓનું રાજકીયકરણ થયું છે. પરંતુ મીડિયા (પ્રસાર માધ્યમો) જેવી જાહેર સંસ્થાઓમાં પણ અમુક હદે પક્ષપાતનું ઝેર પ્રસરી રહ્યું છે. એના લીધે જનહિતમાં નીતિના વિકલ્પોએ એવી દિશા પકડી છે, જ્યાં જાહેર સંપત્તિની ફાળવણી જો સરકાર માટે મહત્તમ આવક ઊભી ન કરે તો એને ભ્રષ્ટાચારના પ્રથમદર્શી પુરાવા તરીકે જોવામાં આવે છે.
ટ્રાયલ કોર્ટનો ચુકાદો સુપ્રીમ કોર્ટની પ્રમાણિકતાનું મુલ્ય ઘટાડતો દેખાય છે. સુપ્રીમ કોર્ટે ૨૦૧૨માં એમ કહીને 2G સ્પેક્ટ્રમની ફાળવણી સ્વેચ્છાચાર અને પક્ષપાતના કારણે બાજુંએ રાખી હતી, કે આરોપીએ ‘રાષ્ટ્રની મહત્ત્વની મિલકતને ભેટમાં આપી દીધી’ હતી. કોર્ટના ચુકાદાએ સ્પષ્ટ કર્યું હતું કે તે ફક્ત કાર્યવાહીને જોઈ રહી છે અને તેના ચુકાદાથી ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર કોઈ અસર પડશે નહિ. જોકે એ કહેવા કરતાં કરવું મુશ્કેલ છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) કોઈ પણ આરોપી સામે ખોટું કરવા બદલ કોઈ પણ મુકદ્દમો કરી શક્યું નથી, એવું ટ્રાયલ કોર્ટ સૂચવતું હોય એમ લાગે છે. એ ઘણા પ્રશ્નો ઊભા કરે છે, જેમાંનો સૌથી મોટો છે મે ૨૦૧૪થી સત્તામાં આવેલી નરેન્દ્ર મોદી સરકારના હેતુઓ વિશે.
મોદીની જીતે ભ્રષ્ટનો ન્યાય કરવાનું વચન આપ્યું હતું; ભ્રષ્ટાચારના આ અગ્રેસર મુકદ્દમામાં ભરોસો જગાડવાની નિષ્ફળતા કદાચ તેની રાજકીય પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે, જેને પાછલા વર્ષ અને એના પહેલાંના સમયમાં કેટલાક ફટકા સહેવા પડ્યા હતા. 2Gનો ચુકાદો, મોદી સરકારે પોતાના મુખ્ય પ્રતિસ્પર્ધી પક્ષ કોંગ્રેસ સામે લગાવેલ મહા-ભ્રષ્ટાચારના આક્ષેપોને ઝાંખા પાડી દે એવી શક્યાતા છે ખરી. કૉંગ્રેસ આનો ઉપયોગ રાજકીય પકડને ફરી મેળવવા માટે કરશે કે કેમ એની હજુ સુધી ચકાસણી થયેલ નથી. જોકે, આ મોટી નિષ્ફળતા ભ્રષ્ટાચારના કોયડાના અને રાજ્ય સત્તાના દુરુપયોગના મુદ્દે નાગરિકોને નિષ્ઠુર બનાવી ચૂંટી કાઢેલા ઉદ્યોગપતિઓની તરફેણમાં પણ કરી શકે. ભ્રષ્ટાચારનો આ કિસ્સો ભલે સહેલાઈથી આલોપ થઇ ગયો હોય, પણ એ હકીકત વિશે કોઈ મતભેદ નથી કે ભ્રષ્ટાચાર અને સત્તાનો દુરુપયોગ ભારતના આર્થિક અને રાજકીય માળખાનો ભાગ છે. તેમ જ એક વધુ સારો અને ન્યાયી સમાજ બનાવવા ભ્રષ્ટાચાર સામેની લડત બહુ મહત્ત્વની છે.